SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૧૮ : ૧૫ આલોચનાવિધિ-પંચાશક ગાથા ૧૪-૧૫ આચારવાન, અવધારણાવાન, વ્યવહારવાન, અપત્રીક, પ્રકુવી, નિયપક, અપાયદશી, અપરિશ્રાવી, પરહિત, વિશેષ સૂક્ષમભાવ કુશલમતિ અને ભાવાનું માનવાન આલેચનાચાર્ય આલોચના આપવાને યોગ્ય છે. (૧) આચારવાનઃ- જેમાં જ્ઞાનાદિ પાંચ આચારનું જ્ઞાન અને પાલન હોય તે આચારવાન. આવા ગુરુ ગુણી હોવાથી તેમનું વચન શ્રદ્ધા કરવા યોગ્ય છે. (૨) અવધારવાનઃ- આલેચકે કહેલા અપરાધોની અવધારણ કરનાર, અર્થાત્ ધારી રાખનાર. આવા ગુરુ બધા અપરાધમાં બરાબર પ્રાયશ્ચિત્ત આપી શકે. (૩) વ્યવહારવાના- આગમ, શ્રત, આજ્ઞા, ધારણ અને જીત એ પાંચ વ્યવહારમાંથી કોઈ એક વ્યવહારવાળા. આવા ગુરુ (બીજાની) શુદ્ધિ કરવામાં (પ્રાયશ્ચિત્ત આપવામાં) સમર્થ બને છે. [અવધારણા રહિત અને વ્યવહાર રહિત એ બંને બરાબર શુદ્ધિ ન કરાવી શકે. પણ બરાબર શુદ્ધ ન કરાવી શકવાનું કારણ બંનેમાં અલગ છે. અવધારણું રહિત હોય તે આલોચકે કહેલા જે અતિચારે યાદ ન રહે તેનું પ્રાયશ્ચિત્ત આપવાનું રહી જાય, અથવા જેવા સ્વરૂપે કહ્યું હોય તેવા સ્વરૂપે યાદ ન રહે એટલે જેટલું પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ તેટલું ન આપે–વધારે ઓછું આપે. વ્યવહાર રહિત હોય તે કોને કયા અપરાધમાં કેટલું પ્રાયશ્ચિત્ત આપવું તેનું જ્ઞાન ન હોય એટલે જેટલું પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ તેટલું ન આપી શકે. ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy