________________
ગાથા ૯ ૧૫ આલોચનાવિધિ-પંચાશક : ૨૧૩ :
જણાવવા પૂર્વક પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવમાં આલોચના કરવી જોઈએ.
[ આ દ્વાર ગાથા છે. આમાં યોગ્ય, યોગ્ય ગુરુ પાસે, કમ, ભાવ પ્રકાશન, અને દ્રવ્યાદિ શુદ્ધિ એ પાંચ દ્વાર છે. એ પાંચ દ્વારનું ૧૨ મી ગાથાથી ક્રમશઃ વર્ણન કરશે. (૮)
આલોચનાને કાળ :कालो पुण एतीए, पक्खादी वणितो जिणिदेहि । पायं विसिट्टगाए, पुव्यायरिया तथा चाहू ॥ ९ ॥
જિનેશ્વરોએ વિશેષ આલોચનાને કાળ પ્રાયઃ પક્ષ, ચાર માસ વગેરે કહ્યું છે. પૂર્વાચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીએ તે જ પ્રમાણે કહ્યું છે.
સામાન્ય આલેચના તે પ્રતિદિન (સવાર-સાંજ ) બે પ્રતિક્રમણમાં કરાય છે. આથી પક્ષ વગેરે કાળ વિશેષ આલેચનાને છે.
કઈ વિશેષ અપરાધ થયેલ હોય તે ક્યારેક તે જ વખતે આલોચના કરે, માંદગીમાંથી તુરત ઊભો થયો હોય, લાંબા (=ઘણા દિવસે સુધી) વિહાર હેય વગેરે કારણે પક્ષ વગેરેમાં આલોચના ન કરે. આથી અહીં પ્રાયઃ કહ્યું છે. (૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org