________________
ગાથા ૪૨ ૧૪ શીલાંગવિધિ—પંચાશક : ૨૦૩ :
જેમ વિષઘાતાદિ ગુણોથી રહિત યુક્તિ સુવર્ણ પીળા વર્ણ માત્રથી તાત્વિક સોનું ન કહેવાય, તેમ જે સાધુ સાધુન: ગુણોથી રહિત હોવા છતાં ભિક્ષા માટે ફરે છે તે શિક્ષા માટે ફરવા માત્રથી તાત્વિક સાધુ ન કહેવાય. (૪૧)
ગુણરહિત સાધુનું વર્ણન :उद्दिट्टकडं भुंजति, छकायपमद्दणो घरं कुणति । पञ्चक्खं च जलगते, जो पियइ कहं णु सो साहू ॥४२॥
જે ઈરાદાપૂર્વક આધાકર્મ વગેરે આહારનું ભેજન કરે છે, પૃથ્વીકાયાદિ છ કાયનો આરંભ કરે છે, દેવઆદિના બહાને ઘર બનાવે છે, તથા ઈરાદાપૂર્વક પાણી માં રહેલા અપકાયના જીવોને પીએ છે-ઉપયોગ કરે છે તે કોઈ પણ રીતે તાવિક સાધુ નથી.+ (૪૨). * અહીં ભાવ આ પ્રમાણે જણાય છે - બીજે નિર્દોષ વસતિ મળતી હોવા છતાં મંદિરની બાજુમાં મકાન હોય તે મંદિરની રક્ષા થાય વગેરે બહાને મંદિરની બાજુમાં પિતાના માટે મકાન બનાવે કે ભાડાથી લે અને તેમાં રહે. દ. વૈ.માં નિર્દોષ વસતિ મળવા છતાં મૂર્છાથી તેમ કરે એવા ભાવનું જણાવ્યું છે.
+ દશર્વ. નિ. ગા. ૩૫૭ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org