________________
ગાથા ૩૮
૧૪ શીલાંગવિધિ-પંચાશક
૨૦૧
(તાવિક) સાધુમાં કષ વગેરેથી શુદ્ધિ આ પ્રમાણે છે – તેજલેશ્યા વગેરે વિશિષ્ટલેશ્યા કષશુદ્ધિ છે. કારણ કે નિમલતાની અપેક્ષાએ સુવર્ણ અને સાધુમાં સમાનતા છે. અર્થાત્ જેમ કષથી શુદ્ધ સેનું નિર્મલ હોય છે તેમ તેજેલેશ્યા આદિ શુભ લેશ્યાથી યુક્ત સાધુ નિર્મલ હોય છે. શુદ્ધભાવની જ પ્રધાનતા એ છે શુદ્ધિ છે. આમાં સમાનતા પ્રસિદ્ધ છે. (જેમ છેદ શુદ્ધિવાળા સુવર્ણમાં શુદ્ધિની પ્રધાનતા હોય છે, તેમ છેદશુદ્ધિવાળા સાધુમાં શુદ્ધભાવની જ પ્રધાનતા હોય છે.) અપકારી પ્રત્યે અનુકંપા એ તાપશુદ્ધિ છે. કારણ કે વિકારાભાવની અપેક્ષાએ સુવર્ણ અને સાધુમાં સમાનતા છે. અર્થાત્ જેમ તાપશુદ્ધ સોનું અગ્નિમાં બળવા છતાં વિકાર ન પામે, તેમ તાપશુદ્ધ સાધુ અપકારી પ્રત્યે પણ કેધાદિ વિકારને ન પામે. રેગાદિમાં અત્યંત નિશ્ચલતા એ તાડના શુદ્ધિ છે. આમાં પ્રસ્તુત સ્વરૂપની પ્રધાનતા છે. અર્થાત્ જેમ તાડના શુદ્ધ સુવર્ણમાં સુવર્ણના આઠ ગુણે હોય છે તેમ તાડના શુદ્ધ સાધુમાં શાક્ત સાધુના ગુણે હોય છે. (૩૭) નામ અને આકૃતિમાત્રથી સાધુ ન બની શકાય - तं कसिणगुणोवेयं, होइ सुवण्णं ण सेसयं जुत्ती । णवि णामरूवमेत्तेण एवमगुणो भवति साहू ॥ ३८ ॥
જેમ પૂર્વોક્ત આઠ ગુણોથી યુક્ત સેનું તાત્વિક સેનું છે, ગુણોથી રહિત સેનું તાવિક સેનું નથી, કેમકે તે ચુક્તિ (-નકલી) સુવણે છે. તેમ શાસ્ત્રોક્ત સાધુના ગુણોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org