________________
: ૨૦૦ = ૧૪ શીલાંગવિધિ-પંચાશક ગાથા ૩૫થી૩૭
ઉપર્યુક્ત વિષયની પ્રસ્તુતમાં યોજના :एवं दिढतगुणा, सज्झमिबि एत्थ हेति णायव्वा । न हि साहम्माभावे, पायं जं होइ दिट्ठतो ॥ ३५ ॥
સુવર્ણ દષ્ટાંતના વિષઘાત વગેરે ગુણે તાત્વિક સાધુરૂપ સાયમાં પણ હોય છે. કારણ કે સર્વથા (સાધ્ય સાથે) સમાનતા ન હોય તે પ્રાયઃ દષ્ટાંત ન હોય. વધસ્ય દષ્ટાંત પણ હોય છે એ જણાવવા અહીં “પ્રાય' શબ્દને ઉલેખ કર્યો છે. [ શાસ્ત્રોક્ત ગુણેથી રહિત સાધુ સાધુ નથી, નકલી સુવર્ણની જેમ. અહીં નકલી સુવર્ણ વૈધમ્ય દષ્ટાંત છે. ન્યાયની भाषामा यत्र यत्र वन्यभावस्तत्र तत्र धूमाभाव: जलहदवत्. અહીં દૂર વૈદચ્ય =વ્યતિરેકી દષ્ટાંત છે. ] (૩૫) કેવા સેનામાં ઉક્ત આઠ ગુણ હેય તે જણાવે છે – चउकारणपरिसुद्धं, कसछेयत्तावताडणाए य । जं तं विसघातिरसायणादिगुणसंजुयं होइ ॥ ३६ ॥
જે સેનું કષ, છેદ, તાપ અને તાડના રૂપ કારણેથી (-પરીક્ષાઓથી) નિર્દોષ સિદ્ધ થાય તે સેનું વિષઘાત, રસાયણ વગેરે અસાધારણ આઠ ગુણોથી યુક્ત હોય. ઉક્ત પરીક્ષાઓથી નિર્દોષ સિદ્ધ ન થાય તેમાં ઉકત ગુણે ન હેય. " કષ=કસોટી ઉપર ઘસવું. છેકછીણી આદિથી કાપવું. તાપ અગ્નિમાં તપાવવું. તાડના કૂટવું. (૩૬) તાત્વિક સાધુમાં કષ વગેરેની ઘટના :इयरम्मि कसाईया, विसिट्ठलेसा तहेगसारतं । अवगारिणि अणुकंपा, बसणे अइणिच्चलं चित्तं ॥ ३७ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org