________________
: ૧૯૮ :
૧૪ શીલાંગવિધિ-પંચાશક
ગાથા ૩૨
નથી. કેમ કે તારિક સાધુના ગુણોથી રહિત છે. જે તાવિક વસ્તુ હોય તે પિતાના ગુણોથી રહિત ન હોય. જેમ તારિક સુવર્ણ. દ્રવ્યસાધુ તાવિક સાધુના ગુણેથી રહિત છે. આથી તે તાત્વિક સાધુ નથી. અહીં દ્રવ્ય સાધુ સાધુ નથી એમ સિદ્ધ કરવા દ્વારા અથપત્તિથી (કાવ્યસાધુ સાધુ નથી એનો અર્થ એ થયો કે ભાવસાધુ સાધુ છે. જે શાસ્ત્રોક્ત ગુણેથી યુક્ત હોય તે ભાવસાધુ છે. આમ અર્થપત્તિથી) જે શાસ્ત્રોક્ત ગુણોથી સહિત છે તે સાધુ છે એમ સિદ્ધ કર્યું છે. (૩૧)
સુવર્ણના ગુણે :विसघाइ-रसायण-मंगलटु-विणए पयाहिणावत्ते । गरुए अडज्झ-कुत्थे, अट्ट सुवण्णे गुणा होति ॥ ३२ ॥
સુવર્ણ વિષઘાતી, રસાયન, મંગલાર્થ, વિનીત, પ્રદક્ષિણાવર્ત, ગુરુ, અદાહ્ય અને અકુસ્ય હાય છે. આ પ્રમાણે સુવર્ણમાં વિષઘાત વગેરે આઠ ગુણ છે.
વિષઘાતી=વિષને નાશ કરનાર. રસાયન=વૃદ્ધાવસ્થાને અટકાવનાર, અર્થાત્ વૃદ્ધાવસ્થા થવા છતાં શક્તિ, કાંતિ આદિથી વૃદ્ધાવસ્થા ન જણાય. મંગલાથ મંગલનું કારણ છે, માંગલિક કાર્યોમાં તેને ઉપયોગ થાય છે. વિનીત કડાં, કેયૂર વગેરે આભૂષણે થાય છે. પ્રદક્ષિણાવર્ત =અગ્નિના તાપથી જમણી તરફથી ગોળ ગોળ ફરે છે. ગુરુ=સારયુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org