________________
-
-
-
રાધાવેધકનું દેહાંત ૧૪ શીલાંગવિધિ-પંચાશક : ૧૯૫૦ તેનું ભાવમાં કલ્યાણ થવાનું હોવાથી તેણે તેની દરકાર ન કરી. કળાએ શીખતા બીજા બાવીશ રાજપુત્રો કલાચાર્યને મારતા હતા અને ગાળો આપતા હતા. કલાચા તેમને માય એટલે તેમણે પિતાની મા પાસે ફરિયાદ કરી. આથી બાવીસ રાણીઓએ કલાચાર્ય ઉપર ગુસ્સે થઈને ગાળાથી ત્રાસ પમાડ્યો. આથી કલાચા મૂખ બાવીશ રાજકુમારની ઉપેક્ષા કરી.
આ તરફ મથુરાનગરીને માલિક પર્વતક નામે રાજા હિતે. તેને નિવૃતિ નામે કન્યા હતી. યુવાનીથી ખીલી ઉઠેલી તે પુત્રીને રાજાએ કહ્યું કે, તું મનગમતા પતિ સાથે લગ્ન કર. તે રાજાની રજા લઈને ઇદ્રપુર નગર તરફ ચાલી. ઈદ્રપુર નગરના રાજાના સુંદર ગુણોવાળા રાજપુત્રો ઘણા છે એમ જાણી વિશ્વાસુ માણસની સાથે તે ઈંદ્રપુર આવી. (તેના આગમનથી) ખુશ થયેલા ઇંદ્રદર રાજાએ નગરમાં ઉત્સવ કર્યો. નિવૃત્તિએ રાજાને કહ્યું કે, જે કુમાર રાધાવેધ કરશે તે મારો પતિ થશે, અન્ય નહિ. આ સાંભળીને રાજાએ મંડપ કરાવ્યું. ત્યાં એક સ્તંભમાં આઠ ચકો અને તેની ઉપર પુતળી કરાવી. નીચે રહેલાએ બાણથી તે પુતળીની આંખ વીંધવી. ત્યારબાદ સૈન્ય અને પુત્રોથી સહિત રાજા મંડપમાં બેઠે. મંડપના એક ભાગમાં અલંકાર વગેરેથી વિભૂષિત નિવૃતિ બેઠી. સામંત રાજાઓ વગેરે પણ પિતપોતાના સ્થાને બેસી ગયા. પછી રાજાએ શ્રીમલિ નામના મોટા પુત્રને હે પુત્ર! આ પૂતળીને વીંધીને આ કન્યાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org