________________
: ૧૯૪ : ૧૪ શીલાંગવિધિ-વંચાશક રાધાવેધકનું દષ્ટાંત
રાધાવેધકનું દૃષ્ટાંત :- ગુણેથી મહાન ઈદ્રપુર નામનું નગર હતું. તેમાં લક્ષમીન માલિક ઇદ્રદત્ત નામે રાજા હતા. તેને પ્રેમપાત્ર બાવીશ રાણુઓથી ઉત્પન્ન થયેલા બાવીશ પુત્ર હતા. તે બધા રાજાને પ્રાણથી પણ અધિક પ્રિય હતા. તે રાજાને ત્રેવીસમી મંત્રીની પુત્રી રાઈ હતી. રાજાએ તેને લગ્ન કરતી વખતે જ જોઈ હતી, ત્યાર પછી જોઈ ન હતી. હવે કોઈક વખતે ઋતુસ્નાતા બનેલી તે રાણીને રાજાએ જોઈ, અને પાસે રહેલાઓને પૂછ્યું કે આ યુવતિ કેણુ છે અને કોની છે? પાસે રહેલાઓએ કહ્યું કે, હે દેવ! આ આપની દેવી છે. આથી રાજા એક રાત તેની સાથે રહ્યો. આ વખતે તે રાણીને ગર્ભ રહ્યો. તેને તેના પિતા મંત્રીએ પહેલાં કહી રાખ્યું હતું કે,
જ્યારે તને ગર્ભ રહે ત્યારે તારે મને જણાવવું. તેથી તેણે મંત્રીને પિતાને ગર્ભ રહ્યાની વાત કરી, અને રાજા પિતાની સાથે જે દિવસે રહ્યો હતો તે દિવસ અને મુહૂર્ત સુધી રાજાએ પોતાની સાથે વાત કરી હતી તે બધું મંત્રીને કહા. રાજાને ખાતરી કરાવવા માટે મંત્રીએ તે બધું પત્રમાં લખી લીધું. મંત્રીએ પુત્રીનું બરોબર પાલન કર્યું. સમય થતાં બાળકને જન્મ થશે. તે જ દિવસે તેના ઘરમાં અગ્નિક, પર્વતક, બહુલી અને સાગર નામના ચાર દાસીપુત્રોને જન્મ થયો. રાજપુત્રનું સુરેંદ્રદત્ત નામ કર્યું. ઉંમર લાયક થતાં કલાચાર્ય પાસે કલાઓ શીખે. તે કળા શીખતે હતો ત્યારે તે ચાર દાસીપુત્રો તેને હેરાન કરતા હતા. છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org