________________
તૈલપાત્રનું દૃષ્ટાંત ૧૪ શીલાંગવિધિ-પંચાશક : ૧૯૩૪
-
ભરેલું પાત્ર હાથમાં લઈને આખા નગરમાં ફરીને તે પાત્ર મારી પાસે લાવવું. પણ જે પાત્રમાંથી તેલનું એક પણ ટીપું ભૂમિ ઉપર પડે તો વધ કરે. યક્ષે રાજાને આદેશ શ્રેષ્ઠિપુત્રને કહ્યો. શ્રેષ્ઠિપુત્રે પણ રાજાના તે આદેશનો સ્વીકાર કર્યો. જે જીવવા માટે કઠીન પણ કાર્યો કરે છે. પછી શ્રેષ્ઠિપુત્ર તેલથી અતિશય ભરેલું પાત્ર લઈને તેના ઘરમાંથી નીકળ્યો. રાજાએ તેની સાથે ખુલ્લી તલવારવાળા સુભટે રાખીને તેને ત્રાસ પમાડ્યો. રસ્તામાં નૃત્ય કરતા નાના નાટકથી યુક્ત અને કામ, હાસ્ય વગેરેને વધારનારા અતિ મનહર ખેલ-તમાસા વગેરે કરાવ્યા. મનને #ભ પમાડવામાં સમર્થ ઘણા મોટા વિડ્યો હોવા છતાં જીવવાની આશાથી શ્રેષ્ઠિપુત્ર વિશેષ અપ્રમાદથી એક પણ બિંદુ નીચે પાડ્યા વિના તેલનું પાત્ર રાજા પાસે લઈ ગયો. આ રીતે તેણે મહાન દુષ્કર કાર્ય કર્યું એટલે રાજાએ તેને પ્રિય ભાષાથી પ્રેરણા કરી કે, હે સૌમ્ય ! જેમ તે એક મૃત્યુના ભયથી આવે અતિદુષ્કર અપ્રમાદ કર્યો, તેમ બીજા લઘુકમી જ અનંતમરણના ભયથી વિશેષરૂપે અપ્રમાદનું સેવન કરે છે. આથી પ્રમાદનો ત્યાગ અશક્ય છે એવી તારી માન્યતા છેટી છે. તથા હિંસા કરવી યોગ્ય છે એવી તારી માન્યતા પણ બરોબર નથી. જે હિંસાથી બીજાને સુખ થતું હોય તો તે મરણથી ભય પામીને કષ્ટનો સ્વીકાર કેમ કર્યો? શ્રેષ્ઠિપુત્રે આ પ્રમાણે રાજાની શિખામણ સાંભબીને પાપનો નાશ કરનાર જૈનશાસનને સ્વીકાર કર્યો. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org