________________
: ૧૯૨ ઃ ૧૪ શીલાંગવિધિ-પંચાશક તલપાત્રનું દષ્ટાંત
બન્યું તે પ્રમાણે વૃત્તાંત કહ્યો. રાજાએ જોરદાર ઢઢેરો પીટાવીને જણાવ્યું કે રાજાનું વટીમાં જડેલું રત્ન પડી ગયું છે અને છેવાઈ ગયું છે. તેથી જેને મળ્યું હોય તે આપી દે. આમ ઉદ્ઘોષણા કરવા છતાં મુદ્રિકારત્ન ન મળ્યું એટલે રાજાએ નગરના લોકોને બોલાવ્યા અને કહ્યું કે, હે નગરજન! તમે મારા અધિકારીઓ સાથે જલદી દરેક ઘરે મુદ્રિકારત્વની બરોબર તપાસ કરો. કમશઃ દરેક ઘરે તપાસ કરતાં તેમણે તે જ શ્રેષિપુત્રના ઘરમાં રત્નના ભાજનમાં તે રત્ન જોયું. આથી આ રન રાજાનું જ છે એમ નિર્ણય કરીને દંડપાશિએ (-જેલરેએ) રાજાને અપકારી હોવાથી તેને પકડી લીધો અને ફાંસીના સ્થાને લઈ જવા લાગ્યા. શ્રેષ્ઠિ પુત્રે તેમને કહ્યું કે હું આ ગુના બદલ દંડ ભરવા તૈયાર છું. મારે વધ ન કરો. તેમણે કહ્યું કે દુષ્ટ એવા તને વધુ સિવાય બીજો કોઈ દંડ નથી. પછી તેણે દંડપાશિકોને કહ્યું કે, હું નિર્દોષ હોવા છતાં મને મારવામાં આવે છે. આથી મારે આ વિષયમાં રાજાને કહેવું છે. ત્યારબાદ તેણે યક્ષ છાત્રની પાસે અભ્યર્થના કરી કે, મારા માટે રાજાને કહે કે એને દુષ્કર પણ દંડથી સજા કરો, પણ એને મારી ન નાખે. યક્ષે તેને ઈરાદાપૂર્વક કહ્યું કે તું મૃત્યુ સિવાય બીજા દંડને સહન કરી શકીશ? તેણે કહ્યું: મૃત્યુ સિવાય બીજો દંડ સહન કરવા હું સારી રીતે સમર્થ છું. યક્ષે વિચાર્યું કે, દુષ્કર પણ કાર્ય કરવામાં આનું મન સમર્થ છે. આ પ્રમાણે જાણીને યક્ષે શ્રેષ્ઠિપુત્રના કહ્યા પ્રમાણે રાજાને કહ્યું. રાજાએ કહ્યું: તેલથી અતિશય(=કાંઠા સુધી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org