________________
૯ ૧૯૦ = ૧૪ શીલાંગવિધિ-પંચાશક ગાથા ૨૫ થી ૨૯
બનવા પૂર્વક, આલેક આદિની આશંસાથી રહિત વિશુદ્ધ ભાવથી આ ચારિત્રને સ્વીકાર કરીને, (૨૬) યથાશક્તિ આગમાક્ત અનુષ્ઠાન કરવામાં તત્પર હેય, જે અનુષ્ઠાનોને કરવાની શક્તિ ન હોય તે અનુષ્ઠાનને ભાવથી કરતે, અર્થાત ને અનુષ્ઠાનોને કરવાનો ભાવ રાખતું હોય, આગમમાં નહિ કહેલી ક્રિયાઓમાં શક્તિ ન વાપરવાથી (-આગમમાં નહિ કહેલી ક્રિયાઓ ન કરવાથી) ગુણપ્રતિબંધક કવિ પાકોને (કર્મના રસને) ખપાવતો હોય, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવમાં પ્રતિબંધ રહિત હેય, દરેક પ્રકારે આજ્ઞામાં જ ઉદ્યત હાય, આજ્ઞામાં જ અત્યંત એકાગ્રમતવાળો હોય, આજ્ઞામાં અમૂઢલક્ષ હોય, એટલે કે આજ્ઞાસંબંધી સુનિશ્ચિત બોધવાળો હોય, (૨૮) પ્રમાદથી નુકશાન થશે એવું જાણવાથી તલપાત્રધારક અને રાધાવેધકની જેમ અતિશય અપ્રમત્તપણે રહે, તે આ ચારિત્ર પાળવાને સમર્થ બને છે, અન્ય નહિ કારણ કે અન્ય જીવમાં સર્વ અલ્પ હોય છે.
તલપાત્રધારકનું દષ્ટાંત - કેઈ નગરમાં શ્રાવકોમાં મુખ્ય એ કોઈ શ્રેષ્ઠ રાજા હતો. તેણે પિતાના પરિવારને અને નગરના ઘણા લોકોને જિનધમ કર્યા, અને દયા વગેરેમાં દઢ કર્યા. પણ કોઈ શ્રેષ્ઠિપુત્ર કઈ પણ રીતે બંધ પામ્યા નહિ. કુગ્રહરૂપ ગ્રહોથી તેના સારા ભાવ દબાઈ
છે કારણ કે સમજપૂર્વક આજ્ઞાને સ્વીકાર કર્યો છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org