________________
ગાથા-૨૧ ૨૨ ૧૪ શીલાંગવિધિ-પંચાશક : ૧૮૭ ?
જિનેશ્વરોએ એક ગીતાનો અને બીજે ગીતાર્થની નિશ્રાવાળા અગીતાને એમ બે વિહાર કહ્યા છે, ત્રીજો (એક કે અનેક અગીતાર્થોનો સ્વતંત્ર) વિહાર કહ્યો નથી. (૨૦)
ભદ્રબાહુ સ્વામીના ઉક્ત વચનની પ્રસ્તુતમાં ઘટના :गीयस्स ण उस्सुत्ता, तज्जुत्तस्सेयरस्सवि तहेव । णियमेण चरणवं जं, ण जाउ आणं विलंघेइ ।। २१ ॥ ण य तज्जुत्तो अण्णं, ण णिवारइ जोग्गयं मुणेऊणं । एवं दोण्हवि चरणं, परिसुद्धं अण्णहा णेव ॥ २२ ।।
ગીતાર્થ અને ગીતાર્થ યુક્તની સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ ન થાય. કારણ કે ગીતાર્થ ચારિત્રી અવશ્ય કક્યારે પણ આપ્તવચનનું ઉલ્લંઘન ન કરે. (૨૧) આજ્ઞા યુક્ત ચારિત્રી સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરતા અન્યને જાણીને રોકે. આથી ગીતાર્થ યુક્તની પણ સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ ન થાય. આ પ્રમાણે (-ગીતાર્થ આજ્ઞાનું ઉલ્લંઘન કરે નહિ અને ગીતાર્થ યુક્ત અગીતાર્થ રોકવાથી તેના વચનનો સ્વીકાર કરે એ પ્રમાણે) ગીતાર્થ અને ગીતાર્થ યુક્ત એ બંનેનું ચારિત્ર નિર્દોષ હેય. અન્યથા, એટલે કે અગીતાર્થ હોવાથી આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી અને ગીતાર્થ યુક્ત ન હોવાથી કઈ રોકનાર ન હેવાથી, ચારિત્ર નિર્દોષ ન થાય. આથી ગીતાર્થ અને ગીતાર્થ યુક્ત એ બેને જ વિહાર કહ્યો છે. (૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org