SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૨ ૧૪ શીલાંગવિધિ-પંચાશક : ૧૭૫ : અથવા આ ગાથાનો અર્થ આ પ્રમાણે છે :–અખંડ ચારિત્ર યુક્ત સાધુઓને ભાવથી અવશ્ય અઢાર હજાર શીલાંગો હોય છે. ભાવથી એટલે અંતરના પરિણામથી. બાહાથી તે કલ્પપ્રતિસેવનામાં* ન્યૂન પણ હોય. અવશ્ય એટલે ન્યૂનાધિક નહિ, કિંતુ બરોબર અઢાર હજાર. અખંડચારિત્રયુક્ત એમ કહીને દર્પ પ્રતિસેવનાથી ખંડિત શીલવાળાને અઢાર હજાર શીલા ન હોય એમ જણાવ્યું છે. પ્રશ્નસર્વવિરત સાધુઓ અખંડ ચારિત્રવાળા જ હોય છે. કારણ કે સર્વવિરતિનું ખંડન થાય તે સર્વવિરત કહે. વાય નહિ. તથા “જિયા વેમ ” એ વચનથી પાંચ મહાવ્રતોને સ્વીકાર કરે છે અને ભંગ પણ પાંચે મહાવ્રતને કરે છે, એક વગેરેને નહિ, આથી સર્વવિરતિનું દેશથી ખંડન શી રીતે હોય? ઉત્તર :- તમારી વાત સત્ય છે. પણ સ્વીકારની અપે. ક્ષાએ (પાંચ મહાવ્રતને સ્વીકાર કર્યો છે માટે) સર્વવિરતિપણું છે, પણ પરિપાલનની અપેક્ષાએ આંશિક ખંડન પણ હાય. આથી જ કહ્યું છે કે – सव्वे वि य अइयारा, संजलणाणं तु उदयओ होति । સઘળાય અતિચાર સંજવલન કષાયના ઉદયથી થાય છે.” * કલ્પપ્રતિસેવના અને દર્પ પ્રતિસેવનાના અર્થ માટે આલોચના પંચાશકની ૧૯ મી ગાથાની ટીકામાં જુએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy