________________
૧૪ શીલાંગવિધિ પંચાશક તેરમા પચાશકમાં પિંડવિશુદ્ધિ કહી. પિંડવિશુદ્ધિ શીલાંગ(=ચારિત્રનું અંગ) છે. આથી હવે “શીલાંગ’ પ્રકરણું કહેવા મંગલ, અભિધેય વગેરે જણાવે છે - नमिऊण बद्धमाणं, सीलंगाई समासओ वोच्छं । समणाण सुविहियाणं, गुरुवएसानुसारेणं ॥ १ ॥
શ્રી મહાવીર સ્વામીને પ્રણામ કરીને શુભ અનુષ્ઠાન કરનારા સાધુઓના શીલાંગને સંક્ષેપથી જિનવચનાનુસાર કહીશ.
શીલાગે એટલે ચારિત્રના અંગ-વિભાગે, અથવા ચારિત્રનાં કારણે (૧). શીલાંગનું સંખ્યાપરિમાણું – सीलंगाण सहस्सा, अट्ठारस एस्थ होंति णिय मेणं । भावेणं समणाणं, अखंडचारित्तजुत्ताणं ॥ २ ॥
શ્રી જિનપ્રવચનમાં અખંડ ચારિત્રયુક્ત ભાવ સાધુઓને અવશ્ય અઢાર હજાર શીલાગે હોય છે.
અહીં ભાવ સાધુઓને એમ કહેવાથી દ્રવ્ય સાધુઓને આ શીલાંગો ન હોય એમ સૂચન કર્યું છે.
* ૨ થી ૮ સુધીની ગાથાઓ પ્રસારામાં ક્રમશઃ ૮૩૯ થી ૮૪૬ છે. તથા ૨ થી ૪૪ સુધીની ગાથાઓ પં. વ૦માં ક્રમશ: ૧૧૬૨ થી ૧૨૦૪ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org