________________
ગાથા ૫૦
૧૩ પિંડવિધિ-પંચાશક
: ૧૭8 :
વૈયાવચ્ચ, ઈસમિતિ, સંયમની પ્રતિલેખનાદિ ક્રિયા, પિતાના પ્રાણની રક્ષા, સૂત્ર-અર્થને અભ્યાસ અને ચિંતન એ છ કારણોથી જિનેશ્વરાએ આહાર લેવાનું કહ્યું છે.”
પ્રમાણથી અધિક ભજન અને કારણ વિના ભોજનરૂપ અવિધિ કરવામાં દોષ થાય. (૪૯) પ્રસ્તુત પ્રકરણને ઉપસંહાર :एयं णाऊणं जो, सव्वं चिय सुत्तमाणतो कुणति । काउं संजमकाय, सो भवविरहं लहुं लहति ॥ ५० ॥
જે સાધુ આ પિંડવિધાનને જાણીને સર્વજ્ઞવચનને પ્રમાણભૂત કરીને બધું કરે છે–પિંડના બધા દેશોનો ત્યાગ કરે છે, તે સાધુ પોતાની કાયાને સંયમપ્રધાન બનાવીને જલદી સંસારને અંત પામે છે. કારણ કે સર્વજ્ઞ ભગવંતે સંયમપ્રધાન કાયાને સંયમના ઉપાય તરીકે જોઈ છે.
અહીં “સર્વજ્ઞવચનને પ્રમાણભૂત કરીને બધું કરે છે” એમ કહીને “મોક્ષાર્થીને સવજ્ઞાનું જ વચન શરણ છે” એમ જણાવ્યું છે. (૫૦)
jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org