________________
ગાથા ૪૪
૧૩ પિડવિધિ—પંચાશક
: ૧૬૭ :
=
=
પ્રવૃત્તિ હેય) અને જ્ઞાનાવરણીયાદિ કર્મના બળથી અજ્ઞાનતાદિના કારણે અશુદ્ધ આહારનું ભક્ષણ થઈ જાય તે સાધુ કમબળથી પણ નિર્દોષ છે. જ્યાં આપ્તવચનને સંબંધ હોય ત્યાં દોષ લાગતો નથી. (પિંડનમાં) કહ્યું છે કે
ओहो सुओवउत्तो, सुयनाणी जइवि गिण्हइ असुद्धं । तं केवलीवि भुंजइ, अपमाण सुयं भवे इहरा ॥ ५२४ ॥
સામાન્યથી શ્રુતના ઉપગવાળે શ્રુતજ્ઞાની સાધુ જે કંઈ રીતે (અજ્ઞાનતાદિથી) અશુદ્ધ આહાર ગ્રહણ કરે તે તે આહારનું ભોજન કેવલજ્ઞાની પણ કરે છે. જે કેવલી તે આહારનું ભોજન ન કરે તે શ્રુતજ્ઞાન અપ્રમાણુ બને. (૫૨૪)
ભોગમાં પ્રવર્તાવનાર કમ વિચિત્ર છે. તે કર્મ પુણ્યાનુબંધી અને પાપાનુબંધી એમ બે પ્રકારનું છે. તેમાં પુણ્યાનુબંધી કર્મથી ( અશુદ્ધ આહારાદિના) ભેગમાં પ્રવૃત્તિ કરે તે પણ પરિણામવિશેષથી (અશુદ્ધ આહારના ભાગ પ્રત્યે રાગાભાવ વગેરેથી) દોષ લાગતો નથી.+
( આ પ્રમાણે અહીં નિર્દોષતાના આજ્ઞાગ-આપ્તવચનસંબંધ અને ભોગપ્રવર્તક પુણ્યાનુબંધી કર્મ એ બે કારણ જણાવ્યાં. જેનામાં આજ્ઞાગ હોય તેનાં ભેગ* નિશીથનિ. ગા. ૬૩૦૬-૬૩૦૭ + આનાથી એ સૂચિત થાય છે કે પાપકાર્ય કરવાનો ભાવ ન હોવા છતાં તેવા સંગેના કારણે પાપકાર્ય થઈ જાય કે કરવું પડે છે, તથા ધર્મકાર્ય કરવાને ભાવ હોવા છતાં ન થઈ શકે, અથવા બરોબર ન થઈ શકે છે, મુખ્યતયા કર્મ કારણ છે, તે સિવાય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org