________________
ગાથા-૩૭
૧૩ પિડવિધિ—પંચાશક
: ૧૫૯ ૪
ગૃહસ્થ પિતાના માટે કરાતા આહારમાં “આમાંથી શ્રમણાદિને પણ આપીશું” એમ સંકલ્પ કરે તો તે આહારમાં ઔદુંશિકાદિ દેષ લાગતા નથી, માટે તેનો ત્યાગ કરવામાં આવતો નથી. આ વિષયમાં (હારિભદ્રીય અષ્ટકના) બે લોકો આ પ્રમાણે છે :विभिन्नं देयमाश्रित्य, स्वभोग्याद् यत्र वस्तुनि । संकल्पनं क्रियाकाले, तद् दुष्टं विषयोऽनयोः ॥ ६-६ ॥ स्वोचिते तु यदारंभे, तथा संकल्पनं क्वचित् । न दुष्टं शुभभावत्वात् , तच्छुद्धापरयोगवत् ॥६-७ ॥
પિતાના આહારથી અતિરિક્ત (વધારે) આહાર બનાવતી વખતે ભાત વગેરે કોઈ વસ્તુમાં “આટલું કુટુંબ માટે અને આટલું યાવર્થિક માટે કે પુણ્ય માટે” એમ જે સંકલ્પ કરવામાં આવે તે સંકલ્પ દોષવાળો છે, તથા યાવદર્થિક અને પુણ્યાર્થી બનાવેલા પિંડને પણ વિષય છે, અર્થાત્ તેવા સંકલ્પવાળો પિંડ યાવર્થિક છે અને પુણ્યાર્થ છે
ભાવાર્થ -આહાર બનાવતી વખતે પિતાના કુટુંબ માટે જેટલો આહાર જોઈએ તેનાથી વધારે આહાર ઉમે* જે કઈ યાચક આવે તેને આપવાના આશયથી બનાવેલો આહાર યાવર્થિક છે. સાધુના ઉદ્દેશ વિના પુણ્ય થાય એ માટે બીજાને આપ વાના આશયથી બનાવેલે આહાર પુણ્યાર્થ છે, એમ દશ૦ અ.૫ ઉ. ૧ ગા. ૪૯ની ટીકામાં જણાવ્યું છે. જ્યારે પ્રસ્તુત પંચાશકની ૩૯ મી ગાથાની ટીકામાં શ્રમણદિને આપવાથી થતા પુણ્ય નિમિત્ત બનાવેલો આહાર પુણ્યાર્થ (ધર્માર્થ) છે એમ જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org