________________
: ૧૪૪ : ૧૩ પિડવિધિ-પંચાશક ગાથા ૨૭ થી ૨૯
(૩) નિશ્ચિત :- નિક્ષિપ્ત એટલે મૂકેલું. સચિત્ત વસ્તુ ઉપર કે સચિત્તમિશ્ર વસ્તુ ઉપર મૂકેલ આહાર લેવો તે નિક્ષિપ્ત દોષ છે.
[ નિક્ષિપ્તના અનંતર અને પરંપર એમ બે ભેદ છે. સાક્ષાત્ સચિત્ત વસ્તુ ઉપર મૂકેલું હોય તે અનંતર નિક્ષિપ્ત. સચિત્ત વસ્તુ ઉપર રહેલા ભાજન વગેરેમાં મૂકેલું હેય તે પરંપર નિક્ષિપ્ત. જેમ કે-ઘઉં ઉપર ખાખરા વગેરે પડેલું હોય તે અનંતર નિક્ષિપ્ત. ઘઉં ઉપર રહેલા ડબામાં ખાખરા હોય તે પરંપરનિક્ષિપ્ત. અનંતર નિક્ષિપ્ત સર્વથા ન કપે. પરંપર નિક્ષિપ્ત સચિત્તની સાથે સંઘદ્દો ન થાય તેમ યતનાથી (કારણે) લઈ પણ શકાય.)
(૪) પિહિત :પિહિત એટલે ઢંકાયેલું. જે આહાર સચિત્ત ફળ આદિથી ઢંકાયેલું હોય, અર્થાત્ જે આહાર ઉપર સચિત્ત ફળ વગેરે પડ્યું હોય તે આહાર લેવાથી પિહિત દેષ લાગે.
પિહિતના અનંતર અને પરંપર એમ બે ભેદ છે. જેમ કે-ખાખરા ઉપર સાક્ષાત્ લીંબુ વગેરે સચિત્ત વસ્તુ પડી હોય તો તે અનંતર પિહિત છે. ખાખરા વગેરે ઉપર છાબડી પડી હોય અને તેમાં લીંબુ વગેરે સચિત્ત વસ્તુ હોય તે પરંપર પિહિત છે. અનંતર પિહિત સર્વથા અkપ્ય છે. પરંપરા પિહિત યતનાથી (કારણે) લઈ પણ શકાય.)
(૫) સહૃત:- સાધુને આપવા માટે યોગ્ય ન હોય તેવી ભાજનમાં રહેલી ફેતરા વગેરે વસ્તુને સચિત્ત પૃથ્વી આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org