________________
ગાથા ૨૭ થી ૨૯ ૧૩ પિંડવિધિ-પંચાશક : ૧૪૩ :
ચેથા ભાંગાની ઘટના – શંકા વિના આહાર લે અને શંકા વિના વાપરે.
ગ્રહણ કરતી વખતે શંકિત હોવા છતાં વાપરતી વખતે નિ:શંક બની જાય તો તે આહાર શુદ્ધ ગણાય. આથી ચાર ભાંગામાં પહેલે અને ત્રીજે એ બે ભાંગા અશુદ્ધ છે, બીજે અને એ બે ભાંગા શુદ્ધ છે. ]
(૨) પ્રક્ષિત – પ્રક્ષિત એટલે યુક્ત. સચિન પાણી, પૃથ્વી વગેરેથી યુક્ત હોય તે ખાખરો વગેરે આહાર લે તે પ્રક્ષિત દોષ છે.
પ્રક્ષિતના સચિત્ત વસ્તુથી ગ્રક્ષિત અને અચિત્ત વસ્તુથી પ્રક્ષિત એમ બે ભેદ છે. તેમાં સચિત્ત વસ્તુથી પ્રક્ષિત આહાર સર્વથા ન ક૫. આહાર, આહાર આપવાનું ભાજન અને આહાર આપનારના હાથ એ ત્રણમાંથી કઈ એક પણ સચિત્તથી પ્રક્ષિત હોય તે ન કપે, ત્રણે સચિતથી પ્રક્ષિત ન હોય તે જ કલપે.
અચિત્તથી પ્રક્ષિતમાં લેકનિંદ્ય ચરબી આદિ અચિત્તથી પ્રક્ષિત ન કહપે.
પૂર્વકમ અને પશ્ચાત્કર્મ એ બે દેને પણ પ્રક્ષિત દોષમાં સમાવેશ થાય છે. સાધુને વહેરાવવા માટે હાથ અને ભાજન વગેરેને સચિન પાણીથી સાફ કરે વગેરે પર્વ કમ છે. સાધુને વહેરાવ્યા પછી સાધુને વહેરાવવાના નિમિત્તે ખરડાયેલા હાથ, અને ભાજન વગેરેને સચિત્ત પાણીથી સાફ કરે વગેરે પશ્ચાત્કર્મ છે ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org