________________
ગાથા ૨૦ થી ૨૪ ૧૩ પિંડવિધિ—પંચાશક : ૧૩૭ :
(૮) માનપિંડઃ- ગૃહસ્થને “આ સાધુએ મારી પાસે માગણી કરી છે તેથી મારે એને નહિ આપવાની ઈચ્છાવાળા (મારા) પરિવાર વગેરેની અવગણના કરીને પણ આપવું” એવા અભિમાનવાળો બનાવીને ભિક્ષા મેળવે તે માનપિંડ છે. અથવા દાતા પરિવાર આ સાધુને અમારે કોઈ પણ રીતે આપવું નથી એવા અભિમાનવાળે બને, અને સાધુ પણ હું અવશ્ય લઈશ એવા અભિમાનવાળે બનીને દાતાના ઘરથી ભિક્ષા મેળવે તે માનપિંડ છે. આ વિષયમાં સેવતિકા સાધુનું દષ્ટાંત છે.
(ભાવાર્થ :- જે તમે અમુક અમુક આહાર અમને લાવી આપે તે તમે લબ્ધિવાળા છે એમ અમે માનીએ. એ પ્રમાણે બીજા સાધુઓના કહેવાથી ફુલાઈને સાધુઓએ કહે આહાર લાવે તે માનપિંડ છે. અથવા તમારામાં સારે આહાર લાવવાની જરાય શક્તિ (-લબ્ધિ) નથી એમ બીજા સાધુઓ અપમાન કરે એથી, “ જુઓ, મારામાં સારો આહાર લાવવાની શક્તિ છે” એમ બતાવવા અહંકાથી સારો આહાર લાવે તે માનપિંડ છે. અથવા બીજા સાધુઓ પાસેથી પિતાની લબ્ધિની પ્રશંસા સાંભળીને કુલાઈ જાય, એથી “અરે! હું તે જ્યાં જાઉં ત્યાં બધું મેળવી શકું છું.” એમ સાધુઓને કહીને ભિક્ષા માટે જાય, અને કોઈ ગૃહસ્થને એવી રીતે વાત કરે જેથી તે ગૃહસ્થને અહંકાર થાય - આપવાનું પૌરુષ ચઢે) અને તેથી તે સાધુ જે આહાર માગે છે અને એટલે માગે તેટલો આપે તે માનપિંડ છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org