________________
: ૧૩૬ : ૧૨ પિવિધિ—પંચાશક ગાથા ૨૦ થી ૨૪
=
સૂક્ષ્મ ચિકિત્સા છે. જાતે રોગની દવા આપવી તે બાદર (મોટી) ચિકિત્સા છે.
[ આમાં દવા બતાવવા વગેરેથી અપકાય, વનસ્પતિકાય વગેરે જીવોની હિંસા, સારું થયા પછી પાપકાર્યમાં પ્રવૃત્તિ, કદાચ વધારે બિમારી થાય કે મૃત્યુ થાય તે સાધુ પ્રત્યે શ્રેષભાવ, શાસનહીલના વગેરે દેષ લાગે છે
(૭) કોપડઃ- ગુસસે થયેલો આ સાધુ અમુક અનર્થ કરશે એવા ભયથી મળેલ પિંડ-આહાર ક્રેપિંડ છે.
[ ભાવાર્થ- કોઈ સાધુનો વિદ્યાથી ઉચ્ચાટન કરવું, કેઈને મારી નાખવું વગેરે વિદ્યાસંબંધી પ્રભાવ, શાપ આપ વગેરે તપપ્રભાવ, હજારની સાથે એકલે લડી શકે વગેરે બલ, રાજપ્રિયતા વગેરે જાણીને, અથવા કોઈ સાધુએ ગુસ્સામાં આવીને શાપ આપીને કોઈને મારી નાખ્યું હોય વગેરે અનર્થો જોઈને, પોતે ભિક્ષા નહિ આપે તે કદાચ અનર્થ થશે એવા ભયથી ભિક્ષા આપે, અથવા બ્રાહ્મણ વગેરે પાસેથી માગવા છતાં ભિક્ષા ન મળે તે સાધુ ગુસ્સે થાય, સાધુને ગુસ્સે થયેલ જોઈને ગુસ્સે થયેલે સાધુ અનર્થ કરશે એવા ભયથી ભિક્ષા આપે, તે કેપિંડ છે. ] આ વિષયમાં ક્ષેપક મુનિનું દષ્ટાંત છે.* મલ આ દષ્ટાંત અને માયાદિ ત્રણ કષાયનાં દૃષ્ટાંતને અહીં ટીકામાં માત્ર નામ નિર્દેશ કર્યો છે, દષ્ટાંતોનું વર્ણન નથી. તે દષ્ટાંતિ જિજ્ઞાસુએ પિંડવિશુદ્ધિ વગેરે ગ્રંથમાંથી જોઈ લેવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org