________________
: ૧૨૮:
૧૩ પિંડવિધિ-પંચાશક
ગાથા ૧૪
કલ્પી શકે. તે જ પ્રમાણે કબાટ દરરોજ ગૃહસ્થો પોતાના માટે ખેલતા હોય તે તેને ઉઘાડીને તેમાં રહેલ વસ્તુ આપે તો કલ્પી શકે. આમ છતાં ગૃહસ્થ બરણી, કબાટ વગેરે ઉઘાડે ત્યારે સાધુએ ત્યાં બરાબર દષ્ટિ રાખવી જોઈએ, જેથી કીડી વગેરે હોય તો ઉચિત કરી શકાય. કબાટ વગેરે ઉપર કીડી વગેરે છ ફરતા હોય તે કબાટ વગેરે ખેલવામાં અને બંધ કરવામાં તે છ ચગદાઈ જવાની ઘણી શક્યતા છે. ] ( ૧૩). માલાપહત અને આચ્છેદ્ય દેવનું સ્વરૂપ :मालोहडं तु भणियं, जं मालादीहि देति घेत्तूणं । જ વાછિંદિર, ઉં સામી મિરાતી | ૨૪ |
માળ વગેરે સ્થાનમાંથી લઈને આપે તે માલાપહત દેષ છે. માલાપહતના ઊર્વ, અધે, ઉભય અને તિ એમ ચાર પ્રકાર છે. માળ, શીકું, ખીટી વગેરે ઉપરના સ્થાનમાંથી લઈને આપે તે ઊદ માલાપહત છે. ભોંયરું વગેરે નીચેના સ્થાનમાંથી લઈને આપે તે અધોમાલાપહત છે. જેમાંથી લેતાં પ્રથમ પગ વગેરેથી ઊંચા થવું પડે અને પછી મસ્તક, હાથ વગેરે અંગે નમાવવા પડે તે ઠી, કોઠાર (=માટી કેડી) વગેરેમાંથી લઈને આપે તે ઉભય માલાપહત છે. હાથ લાંબો કરીને કષ્ટપૂર્વક લઈ શકાય તેવા ગોખલા વગેરેમાંથી લઈને આપે તે તિર્યમ્ માલાપહત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org