________________
: ૧૨૬ :
૧૩ પિડવિધિ-પંચાશક
ગાથા-૧૩
:
બીજાને આપીને તેની પાસેથી ઉત્તમ ચોખાથી બનાવેલ ભાત વગેરે લાવીને સાધુને આપે તે પરાવર્તિત દોષ છે.
[ પરાવર્તિતના લૌકિક અને લોકોત્તર એમ બે ભેદ છે. ગૃહસ્થો પરસપર અદલા-બદલી કરે તે લૌકિક. સાધુઓ પરસ્પર અદલાબદલી કરે તે લોકોત્તર. લૌકિક અને લોકોત્તર બંનેમાં પ્રામિત્યમાં જણાવ્યા મુજબ દેશેનો સંભવ હોવાથી ત્યાજ્ય છે. સાધુઓને કારણસર વસ્ત્રાદિની અદલાબદલી કરવી પડે તો ગુરુને કહીને ગુરુ સમક્ષ કરવી. જેથી કુલેશાદિ દે ન થાય. (૧૨) અભ્યાહત અને ઉદ્દભિન્ન દેશનું સ્વરૂપ :सग्गामपरग्गामा, जमाणिउं आहडं तु तं होइ । छगणाइणोवलितं, उभिदिय जं तमुब्मिणं ॥ १३ ॥
સ્વગામ (=સાધુ જે ગામમાં હોય તે ગામ), પરગામ (=સાધુ જે ગામમાં હોય તે સિવાય બીજું ગામ), દેશ, શેરી, ઘર વગેરે સ્થળેથી સાધુના સ્થાને લાવીને આહારાદિ આપે તે અભ્યાહત દેષ છે.
(અભયાહતના આચી અને અનાચી એમ બે ભેદ છે. પૂર્વ પુરુષેએ જે અત્યાહત લેવાની આચરણા કરી હોય તે આચી. તેના ક્ષેત્ર અને ઘરની અપેક્ષાએ બે પ્રકાર છે. - (૧) ક્ષેત્રની અપેક્ષાએ જયારે આગળના ભાગમાં જમનારાઓની પંગત બેઠી હોય અને બીજા છેડે આહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org