________________
ગાથા ૧૧
૧૩ પિંડવિધિ-પંચાશક
પ્રાદુષ્કરણ અને ક્રત દેશનું સ્વરૂપ :णीअदुवारं धारे, गवक्खकरणाइ पाउकरणं तु । दव्वाइएहिं किणणं, साहूणट्ठाय कीयं तु ॥ ११ ॥
ઘરનું બારણું નીચું હેય વગેરે કારણે ઘરમાં અંધારું હેય તે સાધુઓ અંધારામાં ભિક્ષા ન લે એથી બારી મૂકવી, દીવો કરવો, મણિ મૂક વગેરે રીતે પ્રકાશ કરે તે પ્રાદુષ્કરણ છે. બારી આદિ કરવાથી અને દીપક આદિ કરવાથી એમ બે રીતે પ્રાદુષ્કરણ થાય છે. [ બંને રીતે જીવહિંસા થતી હોવાથી દેષરૂપ છે. વહેરાવવાની વસ્તુ અંધારાવાળા સ્થાનમાંથી પ્રકાશવાળા સ્થાનમાં લાવવી તે પણ પ્રાદુષ્કરણ છે. અંધકારવાળા સ્થાનમાં ગૃહસ્થ પિતાના માટે દીવા વગેરેથી પ્રકાશ કર્યો હોય તે પણ ત્યાં હારવું ન કલ્પે. કારણ કે તેઉકાયની વિરાધના થાય.] - સાધુ માટે દ્રવ્ય વગેરેથી વેચાતું લેવું તે ક્રીત દેષ છે. તેના સ્વદ્રવ્ય, પારદ્રવ્ય, સ્વભાવ અને પરભાવ એમ ચાર ભેદ છે. - (૧) સ્વદ્રવ્ય કીત - સાધુના પિતાના દ્રવ્યથી વસ્તુએથી લીધેલું સ્વદ્રવ્ય કત છે. તીર્થની શેષ, સુગંધી ચૂર્ણ, રૂપ પરાવર્તન કરવાની ગુટિકા (મંત્રેલ વાસક્ષેપ, ઔષધ) વગેરે આપીને આહારાદિ લે તે સવદ્રવ્ય કત.
(૨) પરદ્રવ્ય ક્રીત – ગુરથ સાધુ માટે ધન વગેરે દ્રવ્ય આપીને ખરીદે તે પરદ્રવ્યકત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org