________________
: ૧૨૨:
૧૩ પિંડવિધિ-પંચાશક
-
.
.
.
=
===
=
...
તે બાદર ઉવષ્કણું ઘણું વહેલું કરવું તે બાદર અવશ્વષ્કણુ. (૧) સુફલ્મ ઉવશ્ક- સૂતર કાંતતી સ્ત્રી બાળક ખાવાનું માગે ત્યારે બાજુમાં સાધુને વહેરવા આવેલા જોઈને બાળકને સાધુ આવશે ત્યારે આપીશ એમ કહે અને સાધુ આવે ત્યારે આપે. અહીં બાળકને આપવાનું કાર્ય સાધુ નિમિત્તે થોડું મોડું કરવાથી સૂક્ષમ ઉશ્વકણુ દોષ લાગે.
(૨) સૂક્ષ્મ અવશ્વકર્ણ - સૂતર કાંતતી સ્ત્રી સાધુ વહોરવા આવવાથી ઊભી થઈને સાધુને વહેરાવે અને ફરી ન ઉઠવું પડે એ માટે બાળકને પણ ખાવાનું આપે. અહીં બાળકને આપવાનું કાર્ય સાધુ નિમિત્તે થોડું વહેલું કરવાથી સૂક્ષમ અવશ્વકણ દોષ લાગે.
(૩) બાદર ઉશ્વકણ- સાધુઓ આવવાના હોવાથી સુપાત્ર દાનને લાભ મળે એ દષ્ટિએ વિવાહાદિને પ્રસંગ ધારેલા સમયથી મોડો કરે.
(૪) બાદર અવશ્વકણુ-સાધુઓ વિહાર કરી જશે એમ જણને સુપાત્રદાનને લાભ મળે એ દષ્ટિએ વિવાહાદિને પ્રસંગ ધારેલા સમયથી વહેલ કરે. (૧૦)
૨૯ સૂક્ષ્મ પ્રાતિકામાં બાળકને આપ્યા પછી સચિત્ત પાણીથી હાથ ધોવા વગેરેમાં જીવહિંસા વગેરે દે છે. મોડું આપવામાં બાળકને અંતરાય સંતાપ વગેરે થાય.
બાદર પ્રાતિકામાં વિવાહાદિ પ્રસંગ વહેલા-મોડે કરવામાં પ્રસંગમાં જોઇતા સાધન લાવવાની વ્યવસ્થા વહેલી મેડી કરવી પડે. તેમાં અધિક જીવ હિંસાદિ થાય. ઘરના બધા માણસોને તે ઇષ્ટ ન હોય, વિવાહાદિમાં સામો પક્ષ તેમ કરવામાં રાજી ન હોય છતાં કરવું પડે વગેરે અનેક દોષો છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org