________________
: ૧૧૬
૧૩ પિંડવિધિ-પચાશક
ગાથા ૮.
जीयामु किहधि ओमे, निययं भिक्खावि ता कइवि देमो। हंदि हु नत्थि अदिन्नं, भुज्जइ अकयं म य फलेइ ॥ २२० ॥ सा उ अविसेसिए चिय, नियंमि भत्तमि तंडुले छुहइ । . पासंडीण गिहीण व, जो एही तस्स भिक्खट्टा ॥ २२१ ॥ - “આપણે દુષ્કાળમાં ઘણા કષ્ટથી જીવ્યા છીએ. આથી આપણે નિત્ય પાંચ કે છ ભિક્ષા આપીએ. કારણ કે જે આ જન્મમાં ન આપ્યું હોય તે ભવાંતરમાં ન ભેગવાય, અને આ ભવમાં જે શુભ કર્મ ન કર્યું હોય તેનું ફળ પરલોકમાં મળતું નથી. આ પ્રમાણે ગૃહસ્થ પિતાની સ્ત્રીને (કે ઘરની મુખ્ય સ્ત્રીને) કહે. (૨૨૦) અને તે (ગૃહસ્થ સ્ત્રી) દરરોજ જેટલું ભેજન રંધાતું હોય તેટલું ભજન રાંધવાની શરૂઆત કરે ત્યારે તેમાં ગૃહસ્થ કે સાધુ-સંત જે કોઈ આવે તેને ભિક્ષા આપવા આટલું આપણા માટે અને આટલું ભિક્ષા માટે એ વિભાગ કર્યા વિના ચેખા (વગેરે) અધિક નાખે તે (ઘ) દેશિક છે.” (૨૨૧)
પ્રશ્ન - મિશ્રજાત દોષમાં પણ સાધુ આદિને આપવા રાંધતી વખતે ચોખા વગેરે અધિક નાખે છે. આથી તેમાં અને આ દોષમાં કોઈ ભેદ રહેતો નથી.
ઉત્તર- આ દેષમાં નિત્ય પાંચ કે છ વગેરે ભિક્ષા આપવાની સૂચના કરે છે અને એથી નિત્ય પાંચ-છ વગેરે નિયત કરેલી ભિક્ષા આપવામાં આવે છે. મિશ્રાતમાં તેમ નથી. અર્થાત આ દેષમાં આટલું આપણા માટે આટલું યાચકે માટે એમ વિભાગ કરવામાં આવે છે. મિશ્રજાતમાં તે વિભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org