SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૧૦ : ૧૩ પિડવિધિ-પંચાશક વિશેષ વિવરણ ગોચરી લેતાં આધાર્મિક આહાર ન આવી જાય તેની અત્યંત કાળજી રાખવી જોઈએ. એ માટે જેમ અત્યંત ભૂખ્યો વાછરડો પિતાના માટે ઘાસ-પાણી લાવનાર અલંકૃત રૂપવતી સ્ત્રી તરફ નહિ જોતાં કેવલ ઘાસ અને પાણી તરફ જ ધ્યાન રાખે છે, તેમ સાધુએ ગોચરી વહરતાં ગોચરીના દોષો તરફ જ લક્ષય રાખવું જોઈએ, અશનાદિમાં લુબ્ધ ન થવું જોઈએ. આધાર્મિક આહાર નહિ વાપરવાના પરિણામવાળો સાધુ ઉપયોગ પૂર્વક ભિક્ષા ગ્રહણ કરે છતાં આધાર્મિક આહાર આવી જાય અને વાપરે તે પણ કમથી બંધાતો નથી, ( ૮ ) પ્રશ્ન :- આધાકર્મ વાપરવામાં દોષ કેવી રીતે લાગે ? સાધુ આધાકર્મને આરંભ કરે નહિ, કરાવે નહિ, આરંભ કરનારની પ્રશંસા પણ કરે નહિ, ગૃહસ્થ પોતાની ઈચ્છાથી બનાવે અને સાધુ લે તેમાં દોષ કેવી રીતે લાગે? ઉત્તર :- સાધુને સાવદ્ય મનવચન-કાયાથી ન કરવું, ન કરાવવું અને ન અનુમોદવું એમ પ્રતિજ્ઞા છે. આધાકર્મ લેવામાં સાવદ્ય ( પાપવાળા) કાર્યની અનુ મેદના થાય છે. અનુમોદના ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે-અનિષેધ, ઉપગ અને સંવાસ. (૧) પિતે અધિકારી હોવા છતાં પિતાની નિશ્રામાં રહેલાઓને પાપકાનો નિષેધ ન કરે તો અનિષેધ અનુમોદના. અધિકાર હોવા છતાં નિષેધ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy