________________
: ૧૦૮ : ૧૩ પિંડવિધિ—પંચાશક વિશેષ વિવરણ
-
-
-
-
-
ભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના એ ચાર દેશે લાગે છે. (૧) આધાર્મિક આહાર ન લેવાની જિનાજ્ઞા હેવાથી, આધાર્મિક આહાર લેવાથી જિનાજ્ઞાને ભંગ થાય. (૨) એક સાધુને આધાર્મિકનું સેવન કરતો જોઈને બીજે સાધુ તેમ કરે, તેને જોઈને ત્રીજે સાધુ તેમ કરે, આમ અનવરથા થાય. (૩) આધાર્મિકનું સેવન સ્વીકારેલ પાંચ મહાવ્રતના પાલનની પ્રતિજ્ઞાથી વિરુદ્ધ વર્તન હોવાથી આધાર્મિક આહાર લેનાર સાધુ ગૃહસ્થને “ આ સાધુઓ અસત્યવાદી છે, કેમ કે પ્રતિજ્ઞાથી વિરુદ્ધ વર્તન કરે છે.” ઈત્યાદિ શંકા ઉત્પન્ન કરાવીને મિથ્યાત્વ પમાડે છે. (૪) વિરાધનાના આત્મ, સંયમ અને પ્રવચન એમ ત્રણ પ્રકાર છે.
(૧) આત્મ વિરાધના એટલે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ સંયમવાળા આત્માની વિરાધના. આધાર્મિક આહાર પ્રાયઃ સ્વાદિષ્ટ અને સિનગ્ધ હોવાથી અધિક ખાવાથી માંદગી થાય. તેથી સ્વાધ્યાય ન થવાથી જ્ઞાનને નાશ થાય, શરીરની અસ્વસ્થતાના કારણે ચારિત્રની શ્રદ્ધામાં ખામી આવવાથી દર્શનને નાશ થાય, અને પ્રતિલેખનાદિ ન કરવાથી ચારિ ત્રને નાશ થાય, આમ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ સંયમી આત્માની વિરાધના થાય. (૨) ગની ચિકિત્સામાં છ કાયના જીવોની હિંસારૂપ અને વિયાવચ્ચ કરનાર સાધુના જ્ઞાનની હાનિરૂપ સંયમવિરાધના થાય. (૩) લાંબા કાળ સુધી માંદગી રહે, ઘણા સાધુઓ વારંવાર બિમાર થાય, વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org