________________
વિશેષ વિવરણ ૧૩ ડિવિધિ-પંચાશક
તથા જે ઘરે આધાર્મિક આહાર બન્યા હોય તે ઘરે ચાર દિવસ સુધી સાધુને ગોચરી જવું ન કપે. જે ઘરમાં આધાર્મિક આહાર બન્યો હોય તે ઘર પ્રથમ દિવસે (=આધાર્મિક આહાર બન્યા હોય તે દિવસે) આધાર્મિક ગણાય, અને પછીના ત્રણ દિવસ પૂતિ ગણાય, આમ ચાર દિવસ સુધી તે ઘરમાં ગોચરી જવું ન કલ્પે.
( ૪ ) આધાર્મિક આહારની ઈચ્છા વગેરેમાં કયા કયા દેશે લાગે તે વિશે શાસ્ત્રમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એ ચાર દેશો કહ્યા છે. (૧) આધાર્મિક આહાર લેવાની ગૃહસ્થ વિનંતિ કરે ત્યારે સાધુ વિનતિને સ્વીકારે ત્યારથી ઉપયોગ કરે ત્યાં સુધી અતિક્રમ દેષ લાગે. અર્થાત વિનંતિ સ્વીકારે, પછી લેવા જવા માટે ઊભે થાય, પાત્રા લે, પાત્રા લઈને ગુરુ પાસે આવીને ઉપયોગ કરે ત્યાં સુધી અતિક્રમ લાગે. તે આહાર લેવા જવા માટે પગ ઉપાડે ત્યારથી માંડી ગૃહસ્થને ત્યાંથી આધાર્મિક આહાર લે નહિ ત્યાં સુધી વ્યતિક્રમ દોષ લાગે. આહાર ગ્રહણ કરે ત્યારથી મુખમાં ન નાખે ત્યાં સુધી અતિચાર દોષ લાગે. મોઢામાં નાખે એટલે અનાચાર દોષ લાગે. (વ્ય ભા૦ ૪૩)
- આધાર્મિક આહારના સેવનથી લાગતા દે અંગે શાસ્ત્રમાં કહ્યું છે કે આધાર્મિક આહારના સેવનથી આજ્ઞા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org