________________
* ૧૦૬ :
૧૩ પિંડવિધિ-પંચાશક વિશેષ વિવરણ
( ૨ ) કેના માટે બનાવેલે આહાર આધાકમાં કહેવાય એ વિશે સ્પષ્ટતા કરતાં શાસ્ત્રમાં કહ્યું છે કે-જે પ્રવચનથી અને લિંગથી સાધર્મિક હોય તેના માટે બનાવેલ આહાર આધાકર્મ ગણાય. પ્રવચન એટલે ચતુર્વિધ સંઘ. લિંગ એટલે સાધુવેશ. જે ચતુર્વિધ સંઘમાં હોય અને સાધુનો વેશ પહેર્યો હોય તેના માટે બનાવેલો આહાર આધાકર્મ ગણાય. ભગવાનની આજ્ઞા મુજબ ચારિત્રનું પાલન કરનાર અને સાધુવેશ ધારણ કરનાર સાધુઓ (અને અગિયારમી પ્રતિમા વહન કરનાર શ્રાવક) પરસ્પર સાધર્મિક ગણાય. આથી ભગવાનની આજ્ઞા મુજબ ચારિત્રનું પાલન ન કરતા હોય અને સાધુવેશ ધારણ ન કરતા હોય તેવા સાધુઓ પ્રવચનથી અને લિંગથી સાધર્મિક ન હોવાથી તેમના માટે બનાવેલો આહાર આધાકર્મ ન ગણાય તેમના માટે બનાવેલે આહાર ઉક્ત પ્રકારના સાધુઓને ક૯પી શકે.
( ૩ )
શાસ્ત્રમાં આધાર્મિક આહારની દુષ્ટતા જણાવતાં કહ્યું છે કે આધાર્મિક આહાર વિષ્ટા, દારુ અને માંસ તુલ્ય છે. આથી તેવા આહારનું ભક્ષણ તે ન કરવું, કિંતુ તેવા આહારથી ખરડાયેલ પાત્ર પણ રાખ વગેરેથી ઘસીને સાફ ક્યા પછી ત્રણ વાર પાણીથી ધોવું, અને સુકાઈ જાય પછી જ તેમાં શુદ્ધ આહાર લે કપે.
ભક્ષણ . અને મને કહ્યું
ખરડાયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org