________________
ગાથા-૭
૧૩ પિડવિધિ-પંચાશક
: ૧૦૩ :
(૧૧) અભ્યાહત=સાધુની સામે (-પાસે) લાવેલું. અર્થાત્ સાધુને વહેરાવવા પિતાના સ્થાનથી બીજા સ્થાને લાવેલું.
(૧૨) ઉભિન્ન=સાધુ નિમિત્તે કેઠી વગેરે ઉઘાડવું.
(૧૩) માલાપહતસાધુ નિમિત્તે માળ વગેરે સ્થાનમાંથી લાવેલું.
(૧૪) આચ્છવ સાધુને આપવા પુત્ર વગેરે પાસેથી ઝુંટવી લેવું.
(૧૫) અનિરુણ ઘણા માલિકીની વસ્તુ સઘળા માલિકોની રજા વિના આપે.
(૧૬) અધ્યવપૂરક= પોતાના માટે બની રહેલી રાઈમાં પાછળથી સાધુ નિમિત્તે અધિક ઉમેરવું. (૫૬) આધાકર્મ દેશનું સ્વરૂપ :सच्चित्तं जमचित्तं, साहूणहाय कीरए जं च । अचित्तमेव पञ्चति, आहाकम्मं तयं भणियं ॥ ७ ॥ - સાધુઓ માટે સચિત્ત ફલ, બીજ વગેરેને અચિત્ત કરવામાં આવે અને અચિત્ત ચોખા વગેરેને પકાવવામાં આવે તે આધાકર્મ છે. - યદ્યપિ સાધુઓ માટે સચિત્ત પૃથ્વી આદિને અચિત્ત કરીને ઘર, વસ્ત્ર વગેરે બનાવવામાં આવે તે પણ આધાકર્મ કહેવાય, પણ અહીં આહાર સંબંધી દોષને અધિકાર હોવાથી (ગ્રંથકારે) તે કહ્યું નથી. (૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org