________________
: ૯૬ :
૧૨ સાધુ સામાચારી--પંચાશક
ગાથ.૪૮
પૂછવું જોઈએ. જે ન પૂછે તો સામાચારીને ભંગ થાય.+ કારણ કે (પૂછયું ન હોવાથી) સાધુઓ આચાર્યના કહેવા છતાં તપસ્વીની ઉપધિનું પડિલેહણ વગેરે સેવા ન કરે.
સાધુઓને પૂછતાં સાધુઓ કહે કે, અમારે એક તપસ્વી છે એક તપસ્વીની સેવા કરવાની છે, એથી તેની તપસ્યા પૂરી થશે એટલે આનું ઉચિત કરીશું, તે તેને રાખ. પણ જે સાધુઓ તેની સેવા કરવા ન ઈછે તે ન રાખવો. જે ગ૭ તેની પણ વૈયાવચ્ચ કરવાની અનુમતિ આપે તો એને અવશ્ય સ્વીકારે. આ રીતે (સાધુઓની અનુમતિથી) સ્વીકારેલા તેની ઉદ્દવર્તના (શરીર દબાવવું વગેરે) કરવી. જે સાધુઓ તેમાં પ્રમાદ કરે તો આચાર્યે તેમને પ્રેરણા કરવી. (૪૭)
સામાચારીના વર્ણનને ઉપસંહાર:एवं सामायारी, कहिया दसहा समासओ एसा । હિંમતવદ્ધા, કથા મહરિસી ! ૪૮ |
આ પ્રમાણે સંયમ-તપથી પરિપૂર્ણ અને બાહા-અત્યં. તર ગ્રંથિથી રહિત મહામુનિઓની આ દશ પ્રકારની સામાચારી (સુંદર વ્યવહાર) કહી. (૪૮)
+ પોતાની અને સાધુઓની એમ બંનેની સામાચારીનો ભંગ થાય. પૂછવું ન હોવાથી પિતાની ઈચ્છાકાર સામાચારીને ભંગ થાય. આચાર્યના કહેવા છતાં તપસ્વીની સેવા ન કરવાથી સાધુઓની તહત્તિ' વગેરે સામાચારીને ભંગ થાય. તપસ્વીને દુષ્યન વગેરે બીજા પણ ઘણું દેષ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org