________________
ગાથા-૪૩ ૧૨ સાધુ સામાચારી–પંચાશક : ૮૯ :
સંબંધી છે. દશનશુદ્ધિ હેતુથી દર્શનશુદ્ધિ માટે અપાતી ઉપ સંપદા દર્શન સંબંધી છે. ચારિત્રશુદ્ધિ માટે અપાતી ઉપસંપદા ચારિત્ર સંબંધી છે) જ્ઞાનસંબંધી અને દર્શન સંબંધી ઉપસંપદા ત્રણ પ્રકારે છે. ચારિત્ર સંબંધી ઉપસંપદા બે પ્રકારે છે. (૪૨)
મૂળ ત્રણ ઉપસંપદાના અવાંતર ભેદોઃपत्तण-संधण-गहणे, सुत्तत्थोभयगया उ एसत्ति । वेयावच्चे खमणे, काले पुण आवकहियादी ॥ ४३ ॥ - જ્ઞાનસંબંધી ઉપસંપદાના સૂત્ર સંબંધી, અર્થ સંબંધી અને સૂત્ર અર્થ એ બંને સંબંધી એમ ત્રણ ભેદ છે. એ ત્રણે ભેદના પરાવર્તન, અનુસંધાન અને ગ્રહણ એમ ત્રણ ત્રણ ભેદ છે. આથી જ્ઞાનસંબંધી ઉપસંપદાના કુલ (૩૩) ૯ ભેદ છે. દર્શનપ્રભાવક સંમતિતર્ક વગેરે ગ્રંથને આશ્રયીને આ જ નવ ભેદો દર્શનસંબંધી ઉપસંપદાન છે. સૂત્ર=અર્થસૂચક વાક્ય. અર્થસૂત્રનું વ્યાખ્યાન. પરાવર્તન ભૂલાઈ ગયેલું સૂત્રાદિ કૃત યાદ (=ઉપસ્થિત) કરવું. અને સંધાન=કોઈ ગ્રંથમાં અમુક સ્થળે નાશ પામેલ કે વિસ્કૃત થયેલ શ્રુત તે સ્થળે જોડવું. ગ્રહણ નવા શ્રુતને અભ્યાસ કરો .
ચારિત્ર ઉપસંપદાના વૈયાવૃત્ત્વ અને તપ એમ બે ભેદ છે. આ બંને ભેદના કાલના પરિમાણની અપેક્ષાએ યાવહથિક અને ઈ-વરકાલિક એમ બે ભેદ છે, વૈયાવચ્ચ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org