________________
ગાથા-૪૧ ૧૨ સાધુ સમાચારી–પંચાશક : ૮૭ :
ના ઉત્પત્તિસ્થાને ગયેલા ગરીબની રત્ન લેવાની ઈચ્છા અવિચ્છિન્ન હોય છે-સતત હોય છે, તેમ ચારિત્રને પામેલા સાધુની વૈયાવચ્ચ આદિ સાધુનાં કાર્યો કરવાની ઈચ્છા સતત હોય છે.
(૨) સાધુઓનાં કર્તવ્યનું ફળ ભવિષ્યમાં મળે છે. [આનાથી એ સૂચન કર્યું કે રત્નનું ફળ વર્તમાનકાળમાં મળે છે. વર્તમાનકાળ કરતાં ભવિષ્યકાળ અધિક છે. આથી વર્તમાનમાં જ ફળ આપનાર રત્નથી ભવિષ્યમાં અધિકકાળ ફળ આપનારાં સાધુકૃત્યે શ્રેષ્ઠ છે.] સાધુકૃત્યોનાં મનુષ્યભવ, આર્યક્ષેત્ર, આર્યજાતિ વગેરે સાધનો અનિત્ય છે. આ (-આ ગાથામાં કહેલું કે ૩૯-૪૦ એ બંને ગાથામાં કહેલું) બરોબર જાણવું. જાણેલું પણ ત્યારે જ કહેવાય કે જ્યારે તેમાં સતત અપ્રમત્ત રહેવાય. (૪૦)
ગુરુને પૂછીને સાધુઓને નિમંત્રણ કરવું જોઈએ. પણ કોઈ કારણ સર ગુરુને પૂછ્યા વિના નિમંત્રણ કરી દીધું તો શું કરવું તે જણાવે છે :इयरेसिं अक्खित्ते, गुरुपुच्छाए णिओगकरणंति । एवमिणं परिसुद्धं, वेयावच्चे तु अकएवि ॥ ४१ ।।
ગુરુને પૂછયા વિના ગુરુ સિવાય બાકીના સાધુઓને “હું તમારા માટે આહારાદિ લાવું છું” એમ નિમંત્રણ કરી દીધું હોય તે લાવતાં પહેલાં ગુરુને અવશય પૂછવું જોઈએ. ગુરુને પૂછવાથી બાકીના સાધુઓને કરેલું નિમંત્રણું
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org