________________
= ૮૬ ઃ ૧૨ સાધુ સામાચારી–પંચાશક ગાથા-૩૮ થી ૪૦
નિમંત્રણે સામાચારી :सज्झायादुव्वाओ, गुरुकिच्चे सेसगे असंतम्मि । तं पुच्छिऊण कज्जे, सेसाण णिमन्तणं कुजा ॥ ३८ ॥
સ્વાધ્યાય-ધ્યાન આદિ કરીને થાકી જાય ત્યારે ગુરુનાં (=વડિલનાં) વિશ્રામણ, વસ્ત્રપરિક વગેરે કાર્યો કરે. તે કાર્યો ન હોય તે “આપની આજ્ઞા હોય તો હું સાધુઓ માટે આહારાદિ લાવું” એમ ગુરુની (વડિલની આજ્ઞા લઈને “હું આપના માટે આહારાદિ લાવું છું” એમ સાધુઓને નિમંત્રણ કરે. (૩૮) સાધુએ કોઈને કોઈ કાર્યમાં જોડાયેલા જ રહેવું જોઈએ તેનું કારણ:दुलहं खलु मणुयत्तं, जिणवयणं वीरियं च धम्मम्मि । एयं लभूण सया, अपमाओ होइ कायध्वो ॥ ३९ ॥ दुग्गतरयणायररयणगहणतुल्लं जइणं किच्चं ति । आयतिफलमद्धवसाहणं च णिउणं मुणेयव्वं ॥ ४० ॥
મનુષ્યભવ, જિનવચન અને ચારિત્રધર્મમાં ઉત્સાહ એ ઘણું દુર્લભ જ છે. આથી આ ત્રણ પામીને ક્યારેય ધમકાર્યોમાં પ્રમાદ ન કરવો જોઈએ. આથી સ્વાધ્યાયાદિથી પરિત બનેલા સાધુએ ઉક્ત રીતે નિમંત્રણા કરવી જોઈએ. (૩૯).
(૧) સાધુઓનાં કર્તવ્ય મણિઓના ઉત્પત્તિસ્થાને ગયેલા ગરીબના રત્નગ્રહણ તુલ્ય છે, અર્થાત જેમ મણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org