________________
ગાથા-૧૮
૧ શ્રાવકધર્મ–પંચાશક
: ૫૫ :
મૂળ વતુમાં ફેરફાર કરો. આ પાંચ શબ્દોનો ભાવાર્થ અતિચારની ઘટનાથી ખ્યાલમાં આવી જશે.
(૧) ક્ષેત્ર-વાર, પરિમાણુતિક્રમ - જેમાં અનાજ વગેરે ઉત્પન્ન થાય તેવી ભૂમિ ક્ષેત્ર છે. ક્ષેત્રના સેતુ, કેતુ અને સેતુ-કેતુ એમ ત્રણ ભેદ છે. જેમાં વાવ આદિના પાણીથી ખેતી થાય તે સેતુભૂમિ છે. જેમાં આકાશના (વર્ષાદના ) પાણીથી ખેતી થાય તે કેતુભૂમિ છે. જેમાં વાવ આદિ અને આકાશ એ બંનેના પાણીથી ખેતી થાય તે સેતુ-કેત ભૂમિ છે. વાસ્તુ એટલે ઘર, ગામ, નગર વગેરે (વસવા લાયક ) પ્રદેશ. ઘરના ખાત, ઉરિસ્કૃત અને ખાતેછૂિત એમ ત્રણ ભેદ છે. જે જમીનની અંદર હોય તે ભય વગેરે ખાતા છે. જે જમીનની ઉપર હોય તે ઘર-દુકાન-મહેલ વગેરે ઉદ્ભૂિત છે. ભેંયરા આદિ સહિત ઘર વગેરે ખાતેચ્છિત છે.
એક ક્ષેત્ર કે વાસ્તુને બીજા ક્ષેત્ર કે વાસ્તુ સાથે જોડીને તેના પરિમાણનું ઉલ્લંઘન કરવાથી અતિચાર લાગે છે. તે આ પ્રમાણેઃ- કોઈએ મારે એકથી વધારે ઘર ન રાખવું એ નિયમ કર્યા પછી બીજા ઘરની જરૂર પડતાં કે ઈચ્છા થતાં વ્રતભંગના ભયથી જૂના ઘરની બાજુમાં જ નવું ઘર લે. પછી તે બંનેને એક કરવા ભીત વગેરે પાડી નાંખે. આથી બે ઘર મળીને એક ઘર થઈ જાય. આ રીતે નવા ઘરને જૂના ઘર સાથે જોડવાથી અતિચાર લાગે. આમ કરવામાં વ્રતભંગને ભય હોવાના કારણે વ્રતસાપેક્ષ હેવાથી વ્રતનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org