________________
ગાથા-૧૬
૧ શ્રાવકધર્મ-પંચાશક
: ૫૧
વેશ્યા સિવાય બીજી કોઈ સ્ત્રી સાથે, મન-વચન-કાયાથી મિથુન ન કરવું અને ન કરાવવું એવું વ્રત લે ત્યારે પરવિવાહ કરવાથી પરમાર્થથી પરને મૈથુન કરાવ્યું ગણાય. પણ વ્રત લેનાર એમ માને કે હું વિવાહ જ કરાવું છું, મૈથુન નહિ. આથી વ્રતસાપેક્ષ હોવાથી અતિચાર થાય છે.
પ્રશ્ન - પરવિવાહ કરણ અતિચાર લાગવામાં કન્યાફલની ઈચ્છા કારણ જણાવેલ છે. પણ તે ઘટતું નથી. જે વ્રત લેનાર સમ્યગ્દષ્ટિ હોય તે તેને કન્યાકુલની ઈચ્છા ન હેય. (કારણ કે કન્યાકુલની ઈચ્છા મિથ્યાત્વ છે.) હવે જે તે મિથ્યાષ્ટિ હોય તો તેને અણુવ્રતો જ ન હોઈ શકે. (કારણ કે સમ્યક્ત્વ વિના વાસ્તવિક વિરતિ ન હોય.) આથી કન્યાકુલની ઈચ્છા પરવિવાહ કરણનું કારણ શી રીતે બને ?
ઉત્તર- જેની બુદ્ધિ વિકસિત બની નથી તેવા સમ્યદૃષ્ટિમાં કન્યાકુલની ઈચ્છા પણ હોઈ શકે છે. તથા ગીતાર્થો ભકિક મિથ્યાદષ્ટિને પણ સત્યમાર્ગમાં પ્રવેશ કરાવવા માત્ર અભિગ્રહરૂપ વ્રત આપે છે. જેમ કે આર્ય સુહસિત મહારાજે ભિખારીને સર્વવિરતિ આપી હતી.
પરવિવાહ કરવાનો ત્યાગ પિતાનાં સંતાનો સિવાય બીજાઓના વિવાહ અંગે યોગ્ય છે, પોતાનાં સંતાન અંગે નહિ, કારણ કે પિતાના સંતાનને વિવાહ ન કરે તો પિતાની કન્યા વ્યભિચારિણી બને. તેમ થાય તો (ધર્મી માતા-પિતાના ધર્મની નિંદા દ્વારા ) શાસનની હીલના થાય. લગ્ન થઈ ગયા હોય તે પતિનું નિયંત્રણ હોવાથી તેમ ન બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org