________________
: ૪૮ :
૧ શ્રાવકધર્મ-પંચાશક
ગાથા-૧૬
અતિચારાની ઘટના –વેશ્યાને મૂલ્ય આપીને શેડો સમય પોતાની કરેલી હોવાથી “આ મારી સ્ત્રી છે” એવી બુદ્ધિના કારણે વ્રત સાપેક્ષ હોવાથી વ્રત ભંગ ન થાય, પણ થોડા સમય માટે સ્વીકાર કર્યો હોવાથી પરમાર્થથી તે પિતાની સ્ત્રી ન હોવાથી વ્રતભંગ છે. આમ દેશથી ભગ અને દેશથી અભંગ રૂપ હોવાથી ત્વર પરિગ્રહીતાગમન અતિચાર છે. અનાગ આદિથી કે અતિક્રમ આદિથી અપરિગ્રહીતા સાથે વિષયસેવનથી અપરિગ્રહીતાગમન અતિચાર લાગે છે.
આ બે અતિચારો પરસ્ત્રીને ત્યાગ કરનારની અપેક્ષાએ નથી, કિંતુ સ્ત્રીમાં સંતોષ રાખનારની અપેક્ષાએ છે. કારણું કે ઈવર પરિગ્રહીતા વેશ્યા હોવાથી અને અપરિગ્રહીતાને કઈ પતિ ન હોવાથી પરસ્ત્રી ન કહેવાય. અર્થાત્ ઈત્વર ગૃહીતા અને અપરિગ્રહીતા પરસ્ત્રી ન હોવાથી પરસ્ત્રીને ત્યાગ કરનારને તે બે સાથે વિષયસેવન કરવાથી અતિચાર ન લાગે, પણ સ્વસ્ત્રીમાં સંતોષ રાખનારને ઉપર જણાવ્યું તેમ અતિચાર લાગે. બીજાઓ કહે છે કે સ્ત્રીસંતેષીની અપેક્ષાએ ઈસ્વર પરિગ્રહીતાગમન અને પરસ્ત્રી ત્યાગીની અપેક્ષાએ અપરિગ્રહીતાગમન અતિચાર છે. તેમાં પ્રથમ અતિ ચારની ઘટના પૂર્વે કહ્યું તેમ સમજવી. બીજાની ઘટના આ પ્રમાણે –બીજાનું મૂલ્ય લીધું હોય ત્યારે વેશ્યા સાથે વિષયસેવન કરે તે પરસ્ત્રીગમનથી જે દોષ લાગે છે તે દેશે લાગવાને સંભવ હોવાથી તથા અપેક્ષાએ (તેટલા ટાઈમ માટે તે વેશ્યા બીજાની હોવાથી) પરસ્ત્રી હોવાથી વતનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org