________________
ગાથા-૧૬
૧ શ્રાવકધર્મ-પંચાશક
૪૭ :
(૪) પરવિવાહકરણ - પિતાના સંતાન સિવાય બીજાઓને કન્યાકુલની ઇચ્છાથી કે નેહ આદિથી વિવાહ કરે તે પરવિવાહકરણ અતિચાર છે. શ્રાવકે પોતાના સંતાનમાં પણ આટલાથી વધારે સંતાનનો વિવાહ નહિ કરું એમ સંખ્યાને અભિગ્રહ કરવો જોઈએ તો બીજાઓના સંતાનો વિવાહ શ્રાવકથી કેમ થાય! અર્થાત્ ન થાય)
(૫) તીવ્રકામાભિલાષાઃ-કામ એટલે વેદના ઉદયથી થતું મિથુન. મિથુનમાં તીવ્ર અભિલાષ રાખ, અર્થાત્ અત્યંત મિથુનના અધ્યવસાયવાળા બનીને સદા મૈથુનસુખ અનુભવી શકાય તે માટે વાજીકરણ ઔષધ આદિથી કામને પ્રદીપ્ત બનાવ એ તીવ્ર કામાભિલાષ છે. અથવા તીવ્ર કામાભિલાષ શબ્દના સ્થાને તીવ્ર કામભેગાભિલાષ શબ્દ સમજો. તેમાં શબ્દ અને રૂપ કામ છે, ગંધ, રસ અને સ્પર્શ ભોગ છે. કામ અને ભેગમાં (=પાંચ વિષયમાં) તીવ્ર અભિલાષ રાખ, અર્થાત્ અત્યંત કામ–ભેગના અધ્યવસાયવાળા બની જવું એ તીવ્ર કામભેગાભિલાષ છે.
આ પાંચ અતિચારોમાં પહેલા બે અતિચારો સ્વસ્ત્રીસંતોષીને જ હોય, પરસ્ત્રી પરિહારીને નહિ, છેલ્લા ત્રણ અતિચારો બંનેને હેય એ શ્રી હરિભદ્રસૂરિ મહારાજને મત છે, અને એ જ આગમાનુસારી છે. કહ્યું છે કેसदारसंतोसस्स इमे पंच अइयारा जाणियव्वा न समायरिઅકા-“સ્વસ્ત્રીસંતેષી જીવે આ પાંચ અતિચારો જાણવા જોઈએ, પણ આચરવા ન જોઈએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org