________________
= ૪૬
૧ શ્રાવકધર્મ-પંચાશક
ગાથા-૧૬
–
ચોથા અણુવ્રતના અતિચારો -
वज्जइ इत्तरिअपरिग्गहियागमणं अणंगकीडं च । परवीवाहकरणं, कामे तिब्वाभिलासं च ॥ १६ ॥
શ્રાવક ચોથા અણુવ્રતમાં ઈવર પરિગ્રહીતાગમન, અપરિ. ગૃહીતાગમન, અનંગકીડા, પવિવાહરણ, તીવ્રકામાભિલાષ એ પાંચ અતિચારોને ત્યાગ કરે છે.
(૧) ઇત્વપરિગ્રહીતા ગમન - ઈવર પરિગૃહીતા એટલે મૂત્ય આપીને થોડા ટાઈમ માટે સ્વીકારેલી વેશ્યા. ગમન એટલે વિષયસેવન. વેશ્યા સાથે વિષયસેવન કરવું તે ઇત્વપરિગ્રહીતાગમન.
(૨) અપરિગ્રહીતાગમન- જેણે બીજા પાસે મૂલ્ય નથી લીધું તેવી વેશ્યા તથા નાથ વિનાની વિધવા, ત્યક્તા, કુમારિકા વગેરે અપરિગ્રહીતા છે. વેશ્યા આદિ સાથે વિષયસેવનથી અપરિગ્રહીતાગમનરૂપ અતિચાર લાગે છે. . (૩) અનંગકીડા - અહીં મૈથુનની અપેક્ષાએ સ્ત્રીનિ
અને પુરુષચિહ્ન અંગ છે. તે સિવાયના સ્તન, બગલ, છાતી, મુખ વગેરે અવય અનંગ છે. સ્તન આદિ અવયમાં તેવી ક્રીડા=વિષયચેષ્ટા કરવી તે અનંગક્રીડા. અથવા અનંગ એટલે કામ=વિષયવાસના. કામની ક્રીડા તે અનંગકીડા. સ્વલિંગ (પુરુષચિન્હ)થી મૈથુનસેવન કરવા છતાં અસંતોષથી ચામડી કષ્ટ, ફલ, માટી વગેરેથી બનાવેલા પુરુષલિંગ જેવા કૃત્રિમ સાધ નથી સ્ત્રીની નિને (વારંવાર) સ્પર્શ કરે તે અનંગ કીડા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org