________________
ગાથા-૧૫
૧ શ્રાવકધર્મ-પંચાશક
-
૪૫ :
આ અતિચારો (વેપારીને જ હોય એવું નથી,) રાજાને તથા રાજસેવકોને પણ હોઈ શકે છે. તેમને પ્રથમના બે અતિચારો હોઈ શકે છે એ સ્પષ્ટ જ છે. જ્યારે સામંત વગેરે પિતાના સ્વામી રાજાને આધારે આજીવિકા ચલાવતા હોય
અને તેનાથી વિરુદ્ધ રાજાને સહાય કરતા હોય ત્યારે વિરુદ્ધરાજ્યાતિકમ લાગે. તથા જ્યારે રાજ્યભંડારની વસ્તુઓને વિનિમય લેવડ-દેવડ કરાવે ત્યારે રાજાને પણ કૂટતુલકુટમાન અને તપ્રતિરૂપવ્યવહાર એ બે અતિચાર સંભવે. (૧૪) ચોથા વ્રતનું સ્વરૂપ
परदारस्स य विरई, उरालवेउविभेयओ दुविहं । एयमिह मुणेयध्वं, सदारसंतोस मो एत्थ ॥१५॥
પરસ્ત્રીને ત્યાગ અથવા સ્વસ્ત્રી સંતોષ ચોથું અણુવ્રત જાણવું. પરસ્ત્રીના ઔદારિક અને વૈક્રિય એમ બે ભેદ છે.
દારિકશરીરવાળી સ્ત્રી ઔદારિક કહેવાય. વિક્રિયશરીરવાળી સ્ત્રી વિક્રિય કહેવાય. સનાયુ, માંસ, હાડકાં વગેરેથી બનેલું શરીર ઔદારિક છે. વૈક્રિયલબ્ધિથી વિમુર્વણા કરીને બનાવેલું શરીર વક્રિય છે. મનુષ્ય સ્ત્રી અને પશુજાતિની સ્ત્રી ઔદારિક પરસ્ત્રી છે. દેવીઓ અને વિદ્યાધરી વક્રિય પરસ્ત્રી છે.+ (૧૫) - + પરસ્ત્રીના ત્યાગમાં વેશ્યા આદિને ત્યાગ થતો નથી. કારણ કે તે અમુકની પત્ની છે એ વ્યવહાર થતો નથી. સ્વસ્ત્રીસંતેષમાં પિતાની સ્ત્રી સિવાય વેશ્યા કુમારિકા આદિ બધી સ્ત્રીઓને ત્યાગ થઈ જાય છે. સ્ત્રીઓને સ્વપતિસંતોષરૂપ એક જ પ્રકારનું ચોથું અણુવ્રત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org