________________
: ૪૪ :
૧ શ્રાવકધર્મ-પંચાશક
ગાથા-૧૪
જ થાય, છતાં તેમ કરનાર એમ માને કે મેં વેપાર જ કર્યો છે ચેરી નહિ, આથી વ્રતસાપેક્ષ હોવાથી અને લોકમાં આ ચાર છે એવો વ્યવહાર નહિ થતો હોવાથી વિરુદ્ધરાજ્યાતિક્રમ અતિચાર છે.
(૪) ફટતુલફટમાન - ફૂટ એટલે હું તેલ એટલે ખવાનાં (શેર વગેરે) તેલાં. માન એટલે તેલ વગેરે માપવાનાં માપાં. વસ્તુ લેવા-દેવામાં ખોટાં તેલ-માપમાં રાખવા તે ફૂટતુલકૂટમાન છે. ભારે (વધારે વજનવાળા) અને હલકાં (ઓછા વજનવાળા) તલાં તથા મોટાં અને નાનાં માપાં રાખી મૂકે. જ્યારે વસ્તુ લેવાની હેય ત્યારે ભારે-મોટા તેલાં-માપથી લે અને જ્યારે વસ્તુ આપવાની હોય ત્યારે હલકાં નાનાં તેલ-માપાંથી આપે. આ રીતે ત્રીજા વ્રતમાં અતિચાર લાગે.
(૫) તાતિરૂપવ્યવહાર– તત્ એટલે અસલી વસ્તુ પ્રતિરૂપ એટલે સમાન. વ્યવહાર એટલે વેચવું વગેરે. અસલી વસ્તુના જેવી નકલી વસ્તુને અસલી વસ્તુ તરીકે વેચવી. અથવા અસલી વસ્તુમાં નકલી વસ્તુ ભેળવીને અસલી તરીકે વેચવી તે તપ્રતિરૂપ વ્યવહાર છે.
ફૂટતુલકૂટમાન અને તતિરૂપ વ્યવહારમાં બીજાને છેતરીને પરધન લેવામાં આવતું હોવાથી વ્રતને ભંગ ગણાય. છતાં ખાતર પાડવું વગેરે ચોરી છે, આ તે વણિકકળા છે, આવી બુદ્ધિથી વ્રતસાપેક્ષ હેવાથી અતિચાર ગણાય. અથવા તેનાહત વગેરે પાંચે સ્પષ્ટ પણે ચારરૂપ જ છે. પણ સહસા આદિથી કે અતિક્રમ આદિથી થાય તે અતિચાર ગણુય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org