________________
ગાથા-૧૪
૧ શ્રાવકધર્મ–પંચાશક
: ૪૩ :
લેનારને નેતપ્રયોગથી વ્રતભંગ જ થાય. છતાં (કાઈ મંદબુદ્ધિ જીવ) તમે હમણાં નવરા કેમ બેઠા છે ? જે તમારી પાસે ભેજન વગેરે ન હોય તે હું આપું, તમારી ચેરી લાવેલી વસ્તુ કે વેચનાર ન હોય તો હું વેચીશ, વગેરે વચનેથી ચેરીની પ્રેરણા કરે, પણ હું પોતે ક્યાં ચોરી કરાવું છું? એમ માને, આથી વ્રતસાપેક્ષ હોવાથી અતિચાર લાગે.
(૩) વિરુદ્ધરાજ્યાતિકમ - વિરૂદ્ધ રાજ્ય એટલે જે રાજ્યમાં જવાને નિષધ હોય તે રાજ્ય કે તે રાજ્યનું સૈન્ય. અતિક્રમ એટલે જવું. જવાની રજા ન હોય તે રાજ્યમાં કે તેના સૈન્યમાં જવું તે વિરુદ્ધરાજ્યાતિક્રમ. યદ્યપિ જે રાજ્યમાં જવાનો નિષેધ હોય તે રાજ્યમાં કે તેના સૈન્યમાં જવું એ સ્વામીઝ અદત્ત હોવાથી અને તેમ કરવાથી ચારીને દંડ થતું હોવાથી ચોરી જ છે, એથી તેનાથી વ્રતનો ભંગ
૪ અદત્ત એટલે નહિ આપેલું. અદત્તના સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થકર અદત્ત અને ગુરુ અદત્ત એમ ચાર પ્રકાર છે. વસ્તુના સ્વામીએ -માલિકે જે વસ્તુ લેવાની રજા ન આપી હોય તે વસ્તુ સ્વામી અદત્ત કહેવાય. જેમાં જીવ છે તેવી ફલ વગેરે સચિત્ત વસ્તુને માલિક તેમાં રહેલ જીવ છે. તેમાં રહેલ જીવે તે વસ્તુને ઉપયોગ કરવાની રજા નહિ આપી હોવાથી સર્વ પ્રકારની સચિત્ત વસ્તુ જીવ અદત્ત કહેવાય. જિનેશ્વરદેવે જે વસ્તુ લેવાની અનુજ્ઞા ન આપી હોય તે વસ્તુ તીર્થકર અદત્ત કહેવાય. જિનેશ્વરદેવે અનુજ્ઞા આપી હોય છતાં જે વસ્તુનો ઉપયોગ કરવા ગુરુની અનુજ્ઞા ન લીધી હોય, ગુરુએ રજા ન આપી હોય, તે વસ્તુ ગુરુ અદત્ત કહેવાય. આ ચાર અદામાંથી ગૃહસ્થ સ્વામી અદત્ત સંબંધી ચોરીને ત્યાગ કરી શકે છે, તે પણ શૂલપણે, સૂક્ષ્મતાથી નહિ.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org