________________
ગાથા ૧૩–૧૪
૧ શ્રાવકધર્મ–પંચાશક
: ૪૧ :
હેવાથી અભંગ અને બીજાને અસત્યમાં પ્રવર્તાવવાથી વ્રતભંગ થવાથી અતિચાર લાગે છે.
મારે કાયાથી અસત્ય બોલવું નહિ એવું વ્રત લેનારને કે મારે કાયાથી અસત્ય બોલવું નહિ અને બીજા પાસે બેલાવવું નહિ એવું વ્રત લેનારને કૂટલેખથી વ્રતનો ભંગ જ થાય. મારે જુઠું બોલાવવું નહિ એવું વ્રત લેનારને કૂટલેથી ન વ્રતભંગ થાય, ન તે અતિચાર લાગે, આમ ફૂટલેખ અતિચાર રૂપ ન હોવા છતાં, સહસા આદિથી કે અતિક્રમ આદિથી ફૂટલેખ કરવામાં અતિચાર લાગે. અથવા કોઈ મંદબુદ્ધિ જીવ મારે જુઠું બોલવાનું પ્રત્યાખ્યાન છે, જ્યારે આ તે લખાણ છે એવું વિચારીને કૂટલેખ કરે તે વ્રતસાપેક્ષ હોવાથી અતિચાર ગણાય. (૧૨) ત્રીજા અણુવ્રતનું સ્વરૂપઃ
थूलादत्तादाणे, विरई तं दुविहमो विणिट्टि । सञ्चित्ताचित्तेसु, लवणहिरण्णाइवत्थुगयं ॥ १३ ॥ લેકવ્યવહારમાં ચોરી ગણાય તેવી સ્થૂલ ચારીને ત્યાગ તે ત્રીજું સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત છે. ચેરીના સચિત્ત વસ્તુ સંબંધી અને અચિત્ત વસ્તુ સંબંધી એમ બે પ્રકાર છે. મીઠા આદિની ચોરી સચિત્ત સંબંધી ચોરી છે. સુવર્ણ આદિની ચેરી અચિત્ત વસ્તુ સંબંધી છે. (૧૩) ત્રીજા અણુવ્રતના અતિચારે
वज्जइ इह तेणाहड-तकरजोगं विरुद्धरज्जं च । कूडतुलकूडमाणं, तप्पडिरूवं च ववहारं ॥ १४ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org