________________
ગાથા-૧૨
૧ શ્રાવકધર્મ–પંચાશક
: ૩૯ :
વાત બીજાને કહેવી એ સ્વદારમંત્રભેદ છે. પત્નીના ઉપલક્ષ
થી મિત્ર આદિ માટે પણ તેમ સમજવું. અર્થાત્ કોઈપણ વ્યક્તિએ મારી વાત બીજા પાસે નહિ જાય એવા વિશ્વાસથી કરેલી ગુપ્તવાત બીજાને કહેવી તે સવદારમંત્રભેદ છે.
(૪) અસત્ય ઉપદેશ - બીજાને જુઠું બોલવાની સલાહ આપવી.
(૫) ફેટલેખ – ખોટું લખવું.
પ્રશ્ન:- પહેલા બે અતિચારમાં પેટે આરોપ હોવાથી તે બેમાં અર્થની દષ્ટિએ કોઈ ભેદ નથી.
ઉત્તર – બીજા અતિચારમાં એકાંતમાં કરેલી મંત્રણ સંબંધી વિચાર કરીને સંભવિત દેષ કહેવામાં આવે છે. જ્યારે પહેલા અતિચારમાં વિચાર્યા વિના જ બેટે આરોપ મૂકવામાં આવે છે.
પ્રશ્ન – અભ્યાખ્યાન ખાટા દોષો બોલવા રૂપ હોવાથી મૃષાવાદ વિરમણ વ્રતથી તેને ત્યાગ થઈ જાય છે. આથી અભ્યાખ્યાનથી વ્રતને ભંગ જ થાય, અતિચાર નહિ.
ઉત્તર- અભ્યાખ્યાનથી પરને આઘાત થાય છે. પરને આઘાત પહોંચાડનારું (અભ્યાખ્યાનનું) વચન અનુપયોગ આદિથી કહે તે માનસિક સંક્લેશ ન લેવાથી વ્રતસાપેક્ષ હેવાથી વ્રતને ભંગ ન થાય પણ આઘાતનું કારણ હેવાથી વ્રતભંગ થાય. આમ ભંગાભ ગરૂપ હોવાથી અતિચાર ગણાય. પણ જે તેવું વચન ઈરાદાપૂર્વક તીવ્રસંક્લેશથી કહે તે વ્રતભંગ જ થાય. કારણ કે તે વ્રતનિરપેક્ષ છે. કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org