________________
: ૩૯ :
૧ શ્રાવકધર્મ-પંચાશક
ગાથા-૧૧
નિયમનો ભંગ થાય છે. પૂજ્ય પુરુષો વ્રતના એક દેશના ભંગને અને એકદેશના પાલનને અતિચાર કહે છે.” - વ્રતોની ચોક્કસ સંખ્યા નહિ રહે એમ જે પૂર્વે કહ્યું હતું તે પણ યુક્ત નથી. કારણ કે વિશુદ્ધ રીતે હિંસાદિની વિરતિ થાય, અર્થાત્ નિરતિચારપણે વ્રતનું પાલન થાય, ત્યારે બંધાદિ ન હોય.
બંધ આદિના નિદેશના ઉપલક્ષણથી મંત્ર-તંત્ર વગેરે બીજા પણ અતિચારો આ પ્રમાણે સમજી લેવા. (૧૦) બીજ વ્રતનું સ્વરૂપ –
थूलमुसावायरस य, विरई सो पंचहा समासेणं । कण्णागोभोमालिय-णासहरणकूडसक्खिज्जे ॥११॥
અસત્યના સંક્ષેપથી કન્યા-અસત્ય, ગાય-અસત્ય, ભૂમિઅસત્ય, ન્યાસ-અપહરણ અને ફૂટસાક્ષી એ પાંચ પ્રકાર છે. આ પાંચ અસત્યને ત્યાગ એ સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત છે. - (૧) કન્યા-અસત્ય - ખંડિતશીલવાની કન્યાને અખંડિત શીલવાળી અને અખંડિત શીલવાળી કન્યાને ખંડિત શીલવાળી કહેવી વગેરે કન્યાસંબંધી અસત્ય બોલવું. કન્યા અસત્યના ઉપલક્ષણથી બે પગવાળા સર્વ પ્રાણી સંબંધી અસત્યનો પણ ત્યાગ થઈ જાય છે.
(૨) ગાય-અસત્ય – ઘણું દૂધ આપતી ગાયને અલ્પ દૂધ આપનારી અને ઓછું દૂધ આપતી ગાયને ઘણું દૂધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org