________________
ગાથા-૧૦
૧ શ્રાવકધર્મ–પંચાશક
: ૩૩
બે પગા (મનુષ્ય) પ્રાણીના બંધની હકીકત પણ એ પ્રમાણે જાણવી. અર્થાત્ દાસ-દાસી, ચેર, ભણવામાં પ્રમાદી પુત્ર વગેરેને જે બાંધવાની જરૂર પડે તો તે ચાલી શકે–ખસી શકે કે અવસરે છૂટી શકે તે રીતે (ઢીલા બંધનથી) બાંધવું કે જેથી આગ વગેરેના પ્રસંગે તેનું મૃત્યુ ન થાય. શ્રાવકે બાંધ્યા વિના જ રાખી શકાય તેવા જ બે પગ અને પગા પ્રાણી રાખવા જોઈએ.
વધઃ- વધમાં પણ બંધની જેમ જાણવું. તેમાં નિરપેક્ષ વધ એટલે નિર્દયપણે મારવું. સાપેક્ષ વધ અંગે એ વિધિ છે કે શ્રાવકે ભીતપર્ષદ બનવું જોઈએ. જેથી પુત્રાદિ પરિવાર અવિનય વગેરે ન કરે અને મારવાનો પ્રસંગ જ ન આવે. છતાં કેઈ અવિનય વગેરે કરે એથી મરવાનો પ્રસંગ આવે તે મર્મ સ્થાને છેડીને લાત કે દોરીથી એક કે બે વાર મારવું.
છવિદા- છવિ છેદ અંગે પણ બંધની જેમ જાણવું. નિયપણે હાથ, પગ, કાન, નાક વગેરેને છેદ કરવું એ નિરપેક્ષ છવિ છેદ છે. શરીરમાં થયેલ ગુમડું, ઘા-ચાંદી વગે. રેને કાપી નાખવું કે બાળી નાખવું વગેરે સાપેક્ષ છવિ છેદ છે.
અતિભાર:- શ્રાવકે પશુ આદિ ઉપર તે ન ઉપાડી શકે તેટલો ભાર ન મૂક જોઈએ. શ્રાવકે પ્રણ ઉપર ભાર ઊંચકાવીને આજીવિકા ચાલે તે ધંધે બંધ કરવું જોઈએ. તેમ ન બની શકે તે મનુષ્ય પાસે તે સ્વયં ઊંચકી શકે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org