________________
: ૩૨ :
૧ શ્રાવકધમ–પંચાશક
ગાથા-૧૦
-
--
--
----
-
-
સ્થૂલ પ્રાણિવધનો ત્યાગ કરનાર શ્રાવક કેધ, લોભ આદિ દુષ્ટ ભાવથી બંધ, વધ, છવિચ્છેદ, અતિભાર અને ભક્ત પાનવિચ્છેદ કરતો નથી.
બંધ એટલે દોરડા આદિથી બાંધવું. વધ એટલે ચાબુક આદિથી મારવું. છવિચછેદ એટલે શરીરના હાથ વગેરે અંગોને છેદ કરવા=અંગોને કાપવા. અતિભાર એટલે પશુ વગેરે પાસે તેની શક્તિથી અધિક ભાર ઉપડાવ. ભક્તપાનવિચ્છેદ એટલે આહાર-પાણી ન આપવાં કે સમયસર ન આપવાં. - કૈધ, લોભ આદિ દુષ્ટભાવથી બંધ આદિ કરવાથી અતિચાર લાગે છે. પણ પુત્રાદિના અવિનય, રેગ આદિ અનર્થો દૂર કરવાના શુભ આશયથી બંધ આદિ કરવામાં આવે તે અતિચાર લાગે નહિ. અર્થાત્ નિરપેક્ષણે, એટલે કે પ્રાણુનાશની દરકાર વિના નિર્દયપણે, બંધ આદિ કરવાથી અતિચાર લાગે છે, પણ સાપેક્ષપણે, એટલે કે દયાર્દ હદયથી, બંધ આદિ કરવાથી અતિચાર ન લાગે.
બંધ - આવશ્યકચૂણિમાં જણાવેલ બંધ સંબંધી વિધિ આ પ્રમાણે છે.- બેપના કે ચાર૫ગા પ્રાણીઓને બંધ સકારણ અને નિષ્કારણ એમ બે પ્રકારે છે. તેમાં નિષ્કારણુ બંધ કર ચોગ્ય નથી. સકારણ બંધ સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારે છે. નિર્દય બનીને અતિશય મજબૂત બાંધવામાં આવે તે નિરપેક્ષબંધ. આગ વગેરેના પ્રસંગે છોડી શકાય કે છેદી શકાય તેવી રીતે દેરીની ગાંઠ આદિથી બાંધવું તે સાપેક્ષાબંધ. ચેપગે પ્રાણીના બંધની હકીકત કહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org