________________
: ૩૦ :
૧ શ્રાવકધર્મ-પંચાશક
ગાથા૯
રીતે થાય. (૯) ભાવના –સમ્યક્ત્વાદિ ગુણોની વિશુદ્ધિ આદિ માટે તે તે ગુણ સંબંધી શુભ ભાવના,
આ ગાથામાં વ્રતના સર્વથા ભંગથી અતિચારો અલગ જણાવ્યા છે. આ ગાથા પૂર્વાન્તર્ગત છે એમ મહાપુરુષોએ કહ્યું હોવાથી પ્રમાણભૂત છે.
તથા પૂર્વ સાક્ષીગાથા આપીને બધા અતિચારે સંવલન કષાયના ઉદયથી થાય છે એમ જે કહ્યું તે સત્ય છે, પણ તે ગાથા સર્વવિરતિની અપેક્ષાએ છે, દેશવિરતિની અપેક્ષાએ નહિ. સર્વવિરતિમાં સઘળા અતિચારો સંજવલન કષાયના ઉદયથી થાય છે. પૂર્વોક્ત “ fષ ચમચાર” ઈત્યાદિ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે.– “સંજવલન કષાયના ઉદયથી સર્વવિરતિમાં અતિચારો લાગે છે. બીજા કષાચના ઉદયથી સર્વવિરતિને મૂળથી ભંગ થાય છે.” આ અર્થથી દેશવિરતિના અતિચારેનો અભાવ થતો નથી. અથવા આ ગાથાના ઉત્તરાર્ધને અર્થ આ પ્રમાણે છે:ત્રીજા કષાયોના ઉદયથી સર્વવિરતિને, બીજા કષાયોના ઉદયથી દેશવિરતિને અને પહેલા કષાયાના ઉદયથી સમ્યક્ત્વનો મૂળથી ભંગ થાય છે. આ અર્થથી પણ દેશવિરતિના અતિચારને અભાવ થતો નથી.
કષાયોને ઉદય વિચિત્ર છે. આથી તે તે કષાયનો ઉદય તે તે ગુણની પ્રાપ્તિમાં પ્રતિબંધક (રોકનાર) બનતા નથી, પણ તે તે ગુણમાં અતિચારો લગાડે છે. જેમકે સંજવલન કષાયને ઉદય. સંજવલન કષાયનો ઉદય સર્વવિરતિ ગુણની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org