________________
: ૫૧૪ :
૯ યાત્રાવિધિ—પંચાશક ગાથા-૪૫-૪૬
ઉત્તમ ઋદ્ધિથી મહત્સવ ન કરવાથી કે મહોત્સવ જ ન કરવાથી મહોત્સવનું વિધાન કરનારા ઉત્તમ શાસ્ત્ર ઉપર કે મહોત્સવ કરનાર ઉત્તમ પુરુષ ઉપર બહુમાનનો અભાવ થાય છે.
પ્રશ્ન :- બહુમાનનો અભાવ કેમ થાય છે ?
ઉત્તર – ઉત્તમ શાસ્ત્રમાં કહેલું નહિ કરવાથી. [આ એક સર્વસામાન્ય નિયમ છે કે, (છતી શક્તિએ) જેનું (ાગ્ય) કહેલું ન કરવામાં આવે તેના ઉપર બહુમાન ન હાય, અગર હેય તે પણ તેનું કહેલું ન કરવાથી જાતે રહે. મહોત્સવ કરવાનું શાસ્ત્રમાં કહેલું છે અને તે પ્રમાણે (પૂર્વના) ઉત્તમ પુરુષેએ કર્યું છે. આથી શાસ્ત્રમાં કહેલું નહિ કરવાથી તે બંને ઉપર બહુમાનને અભાવ થાય છે.] તથા ઉત્તમ ઋદ્ધિથી મહત્સવ ન કરવાથી ઉત્તમ મહોત્સવ પ્રત્યે અવજ્ઞા પણ થાય છે. આ બે (બહુમાનનો અભાવ અને અવજ્ઞા ) અનર્થોને સૂક્ષમબુદ્ધિથી વિચાર કરે. કારણ કે સર્વ અનુષ્કાના ગુણ-દેષની (લાભ-નુકશાનની) વિચારણા મુખ્ય છે ( અતિ આવશ્યક છે).
પન - ગુણદોષની વિચારણું મુખ્ય કેમ છે?
ઉત્તર – ગુણ-દેષના આધારે અનુષ્ઠાનમાં પ્રવૃત્તિનિવૃત્તિ થાય છે. જેમાં ગુણ (-લાભ) હોય તેમાં પ્રવૃત્તિ થાય છે અને જેમાં દેષ (–નુકશાન હોય) તેનાથી નિવૃત્તિ થાય છે. એટલે જે ગુણ–દેષનો ખ્યાલ જ ન હોય તે પ્રવૃત્તિ-નિવૃત્તિ શી રીતે થઈ શકે? માટે સર્વ અનુષ્ઠાનોમાં ગુણદોષની વિચારણા મુખ્ય છે. (૪૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org